૧૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ભાવને કરે છે પણ પરભાવને કરતો નથી અને જ્ઞાની પોતાના જ્ઞાતાદ્રષ્ટાના પરિણામને કરે છે, રાગને કે પરને જ્ઞાની કરતો નથી.
દુઃખીને સહાય કરે, ભૂખ્યાંને અન્ન આપે, તરસ્યાંને પાણી પાય, નગ્નને વસ્ત્ર આપે - ઇત્યાદિ પરનાં કાર્ય જીવ કરે છે એવો અજ્ઞાનીનો ભ્રમ છે. અજ્ઞાની માને ભલે પણ પરનાં કાર્ય ત્રણકાળમાં કોઈ જીવ કરી શક્તો નથી.
ભાવાર્થઃ– જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા
છે.
[પ્રવચન નં. ૧૭૬ શેષ * દિનાંક પ-૯-૭૬]