Pravachan Ratnakar (Gujarati). Gatha: 104.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1210 of 4199

 

ગાથા–૧૦૪

अतः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता–

दव्वगुणस्स य आदा ण कुणदि पोग्गलमयम्हि कम्मम्हि। तं उभयमकुव्वंतो तम्हि कहं तस्स सो कत्ता।। १०४ ।।

द्रव्यगुणस्य चात्मा न करोति पुद्गलमये कर्मणि।
तदुभयमकुर्वस्तस्मिन्कथं तस्य स कर्ता।। १०४ ।।

આ (ઉપર કહેલા) કારણે આત્મા ખરેખર પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો એમ હવે કહે છેઃ-

આત્મા કરે નહિ દ્રવ્ય–ગુણ પુદ્ગલમયી કર્મો વિષે,
તે ઉભયને તેમાં ન કરતો કેમ તત્કર્તા બને? ૧૦૪.

ગાથાર્થઃ– [आत्मा] આત્મા [पुद्गलमये कर्मणि] પુદ્ગલમય કર્મમાં [द्रव्यगुणस्य च] દ્રવ્યને તથા ગુણને [न करोति] કરતો નથી; [तस्मिन्] તેમાં [तद् उभयम्] તે બન્નેને [अकुर्वन्] નહિ કરતો થકો [सः] તે [तस्य कर्ता] તેનો ર્ક્તા [कथं] કેમ હોય?

ટીકાઃ– જેવી રીતે-માટીમય ઘડારૂપી કર્મ કે જે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજ રસથી જ વર્તે છે તેમાં કુંભાર પોતાને કે પોતાના ગુણને નાખતો-મૂકતો-ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે; દ્રવ્યાંતરરૂપે (અર્થાત્ અન્યદ્રવ્યરૂપે) સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશકય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ બન્નેને તે ઘડારૂપી કર્મમાં નહિ નાખતો એવો તે કુંભાર પરમાર્થે તેનો કર્તા પ્રતિભાસતો નથી; તેવી રીતે-પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ કે જે પુદ્ગલદ્રવ્યમાં અને પુદ્ગલના ગુણમાં નિજ રસથી જ વર્તે છે તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો-મૂકતો-ભેળવતો નથી કારણ કે (કોઈ વસ્તુનું) દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશકય છે; દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશકય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ-બન્નેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ નાખતો એવો તે આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે? (કદી ન હોઈ શકે.) માટે ખરેખર આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો.

* * *