૧પ૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ એટલે પર્યાયમાં નિજ રસથી જ વર્તે છે. તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે ગુણ એટલે પર્યાયને નાખતો વા ભેળવતો નથી. આઠ કર્મ જે બંધાય તેમાં આત્માના દ્રવ્ય-પર્યાય પેસતાં નથી; કેમકે આત્મદ્રવ્યનું દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ થવું અશકય છે. આત્માનું પુદ્ગલરૂપ કે પુદ્ગલકર્મરૂપ થવું અશકય છે. માટે જીવ (અજ્ઞાની) રાગ-દ્વેષ કરે ત્યારે એનું નિમિત્ત પામીને જે જડકર્મનું બંધન થાય તેનો આત્મા કર્તા નથી.
અરે! આવી વાત કદી સાંભળવા મળી ન હોય અને કદાચિત્ સાંભળવા મળી જાય તો ‘એકાન્ત છે’ એમ માનીને જતી કરે, પણ ભાઈ! મિથ્યાત્વનો સરવાળો મહાદુઃખરૂપ આવશે. એ તીવ્ર દુઃખના પ્રસંગ તને ભારે પડશે બાપા! અહીં કહે છે કે પુણ્ય-પાપના શુભાશુભ ભાવ અજ્ઞાનભાવે જીવ કરે છે પણ તે કાળે જે કર્મબંધનની પર્યાય થાય તેનો જીવ અજ્ઞાનભાવે પણ કર્તા નથી. કર્મબંધન તો જડની પર્યાય છે અને તે જડ પુદ્ગલથી થાય છે. તેને જીવ કેમ કરે? જ્ઞાનાવરણાદિનું કાર્ય પોતાના પુદ્ગલ-દ્રવ્યમાં અને પોતાની પર્યાયમાં નિજ રસથી જ વર્તે છે. તેમાં આત્મા પોતાના દ્રવ્ય-પર્યાયને નાખતો નથી, કેમકે આત્મદ્રવ્ય પરદ્રવ્યમાં જાય કે આત્માની પર્યાય પરદ્રવ્યની પર્યાયમાં જાય એમ બનવું અશકય છે.
અજ્ઞાની જે વિકાર કરે, શુભાશુભ ભાવ કરે તેટલા પ્રમાણમાં સામે કર્મ બંધાય છે; છતાં તે કર્મબંધનની પર્યાયનો આત્મા કર્તા નથી. જીવે રાગાદિ ભાવ કર્યા માટે કર્મને બંધાવું પડયું એમ નથી. ભાઈ! આત્મા કર્મ બાંધે અને આત્મા કર્મ છોડે એ વસ્તુસ્થિતિમાં જ નથી. અજ્ઞાની પર્યાયમાં વિકારને કરે અને વિકારને છોડે એ તો છે, પણ તે જડકર્મને બાંધે વા જડકર્મને છોડે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. ભગવાન અરિહંતદેવે કર્મ હણ્યાં એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. કર્મ તો જડ છે; તેને કોણ હણે? જેણે પોતાના ભાવકર્મને હણ્યાં અને અનંતચતુષ્ટયને પ્રાપ્ત થયા તે અરિહંત છે. જડકર્મ તો પોતાના કારણે નાશ પામે છે, અકર્મરૂપ પરિણમી જાય છે. જડકર્મમાં આત્માનું કાંઈ કર્તવ્ય નથી.
જડ અને ચેતનનો સદા પ્રગટ ભિન્ન સ્વભાવ છે. જડની પર્યાય ચેતન કરે અને ચેતનની પર્યાય જડ કરે એમ કદીય બનતું નથી. હજુ જડ અને ચેતન-બે દ્રવ્યો સદાય ભિન્ન છે એની જેને ખબર નથી તેને પુણ્ય-પાપના ભાવથી-આસ્રવથી આત્મા ભિન્ન છે એવી ભેદજ્ઞાનની દ્રષ્ટિ કયાંથી થાય? અને એવી દ્રષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન કયાંથી થાય? અને સમ્યગ્દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર કયાંથી થાય? ભાઈ! સમ્યગ્દર્શન વિના બધા ક્રિયાકાંડ એકડા વિનાનાં મીંડા જેવા છે.
હવે કહે છે-‘દ્રવ્યાંતરરૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશકય હોવાથી, પોતાનાં દ્રવ્ય અને ગુણ-બંનેને તે જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ નાખતો