સમયસાર ગાથા-૧૦૪ ] [ ૧પ૭ એવો તે આત્મા પરમાર્થે તેનો કર્તા કેમ હોઈ શકે? (કદી ન હોઈ શકે.) માટે ખરેખર આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો.’
જુઓ, આ નિષ્કર્ષ કહ્યો. જીવ રાગ કરે તે કાળે ત્યાં જે કર્મબંધન થાય છે તે કર્મબંધનની પર્યાયને આત્મા કેમ કરી શકે? અજ્ઞાની પોતાની પર્યાયમાં રાગદ્વેષના ભાવને કરે પણ તે વખતે જે કર્મબંધન થાય છે તે રાગથી થતું નથી કેમકે રાગ તેમાં પેસતો નથી. માટે આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા ઠર્યો. જડની પર્યાયનો અજ્ઞાની જીવ પણ કર્તા નથી એવું અકર્તાપણું સિદ્ધ થયું.
[પ્રવચન નં. ૧૭૭ * દિનાંક ૬-૯-૭૬]