૧૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
પુદ્ગલકર્મનો કર્તા કોણ છે તે હવે કહે છેઃ-
‘ખરેખર પુદ્ગલકર્મનો, પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે; તેના વિશેષો-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ હોવાથી ચાર કર્તા છે; તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં (અર્થાત્ તેમના જ ભેદ પાડવામાં આવતાં), મિથ્યાદ્રષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્તા છે.’
તેર ગુણસ્થાનના જે ભેદ છે તે બધા અચેતન પુદ્ગલ છે એમ અહીં કહે છે. તેર ગુણસ્થાનો ભગવાન આત્મામાં-ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં કયાં છે? આ વાત ગાથા ૬૮માં આવી ગઈ છે.
૧. પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે. ૨. એના વિશેષો ચાર-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ બંધના સામાન્ય હેતુઓ
૩. તેઓ જ ભેદરૂપ કરતાં મિથ્યાદ્રષ્ટિથી માંડીને સયોગકેવળી સુધીના તેર કર્તા છે.
જુઓ, પહેલાં એક કર્તા છે એમ કહ્યું, પછી તેના ચાર ભેદ કહ્યા અને પછી તેઓ જ ભેદરૂપ કરવામાં આવતાં મિથ્યાદ્રષ્ટિથી માંડીને સયોગીકેવળી સુધીના તેર કર્તા છે એમ કહ્યું. અહીં એમ સમજાવવું છે કે આત્મા જે અખંડ એક શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય છે તેનું લક્ષ કર તો મિથ્યાત્વાદિ જે ભાવ છે તેનો નાશ થઈ જશે. તેર ગુણસ્થાન છે તે જીવનું સ્વરૂપ નથી કેમકે એ તો પુદ્ગલકર્મના કારણે પડેલા ભેદ છે. તેને પુદ્ગલ-કર્મ કરે તો કરો; એમાં આત્માને શું છે? એમ કહીને આત્મા અભેદ એક શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે એમ સિદ્ધ કરવું છે. શુદ્ધ જીવદ્રવ્ય છે તે આ તેર ગુણસ્થાનનું કર્તા નથી. હવે કહે છે-
‘હવે, જેઓ પુદ્ગલકર્મના વિપાકના પ્રકારો હોવાથી અત્યંત અચેતન છે એવા આ તેર કર્તાઓ જ કેવળ વ્યાપ્યવ્યાપકભાવે કાંઈ પણ પુદ્ગલકર્મને જો કરે તો ભલે કરે; તેમાં જીવને શું આવ્યું! (કાંઈ જ નહિ.)’
શું કહે છે? આ તેર ગુણસ્થાનો પુદ્ગલકર્મનો વિપાક છે. માટે તેઓ અચેતન છે. તેમાં ચિત્સ્વરૂપ ભગવાન આત્માનો પાક નથી. જીવની બધી અશુદ્ધ પર્યાયોને અહીં પુદ્ગલમાં નાખી દીધી છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન આનંદનો નાથ પ્રભુ છે. પુદ્ગલકર્મનો વિપાક જે મિથ્યાત્વથી માંડીને તેર ગુણસ્થાનો છે તે એમાં નથી. મિથ્યાત્વ છે તે પુદ્ગલકર્મનો