૧૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
શિષ્ય તર્કપૂર્વક શંકા કરે છે કે-જીવ પુદ્ગલમય મિથ્યાત્વાદિને વેદે છે તો વેદતો થકો તે મિથ્યાદ્રષ્ટિ થઈને પુદ્ગલકર્મને કરે છે. જે વેદે છે તે કરે છે એમ તર્ક છે. તેને કહે છે કે ભાઈ! આ તર્ક તારો અવિવેક છે, કેમકે શુદ્ધ ચૈતન્યમય પ્રભુ આત્મા જડને ભોગવતો નથી. આ તેર ગુણસ્થાનો છે એ તો જડ અચેતન છે. તેને ચૈતન્યમય પ્રભુ કેમ ભોગવે? અહાહા...! તારું જીવદ્રવ્ય તો અખંડ અભેદ પરિપૂર્ણ ચૈતન્ય, ચૈતન્ય, ચૈતન્યમય વસ્તુ છે. આવું શુદ્ધ જીવદ્રવ્ય અચેતન એવાં ગુણસ્થાનને વેદતું નથી તો પછી પુદ્ગલકર્મને કેવી રીતે વેદે? ભાઈ! જીવદ્રવ્ય પુદ્ગલકર્મને ભોગવતું નથી માટે તે પુદ્ગલકર્મનું કર્તા નથી. પુદ્ગલકર્મને આત્મા વેદે નહિ માટે તેનો આત્મા કર્તા પણ નથી એ ન્યાય છે.
ભાવ્યભાવકભાવનો અભાવ છે માટે આત્મા પુદ્ગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો ભોક્તા નથી. આત્મા ભાવક અને કર્મના વિપાકથી નીપજેલાં ભેદરૂપ અચેતન ગુણસ્થાન ભાવ્ય-એવા ભાવ્યભાવકભાવનો અભાવ છે. ખરેખર તો આ ગુણસ્થાનો ભાવક એવા જડ પુદ્ગલકર્મનું ભાવ્ય છે. પુદ્ગલકર્મ ગુણસ્થાનને ભોગવે તો ભોગવો; એમાં આત્માને શું છે? આત્મા શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય છે અને તેમાં પુદ્ગલમય રાગાદિનો અભાવ છે. તો પછી આત્મા જડ રાગાદિને કેમ વેદે? ન વેદે. અહા! ખૂબ સૂક્ષ્મ અટપટી વાત છે પ્રભુ! ઉપયોગ સૂક્ષ્મ કરે તો સમજાય એમ છે. અહીં કહે છે કે અતીન્દ્રિય આનંદથી ઠસોઠસ ભરેલો શાશ્વત સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન અચેતનમાં કેમ આવે? ન આવે. અને જો ન આવે તો તે અચેતન ગુણસ્થાન અને પુદ્ગલકર્મને કેમ વેદે? (ન વેદે.) આ સુખદુઃખની જે કલ્પના છે તે જડકર્મરૂપી ભાવકનું ભાવ્ય છે, આત્મામાં-શુદ્ધ ચૈતન્યમાં તેનો અભાવ છે.
ભગવાન આત્મા સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય પરમાત્મા છે. તે અચેતન ગુણસ્થાનમાં કયાં આવે છે? ગુણસ્થાનો ભલે થોડાં કર્મ બાંધે તે બાંધે, આત્માને તેમાં કાંઈ નથી. આત્મા તો આનંદ અને શાંતિનો ત્રિકાળી ધ્રુવ ઢગલો છે. તે અચેતન કર્મનું ફળ જે મિથ્યાત્વાદિ ગુણસ્થાન તેને વેદતો ય નથી અને કરતો ય નથી. અને તો પછી તે પુદ્ગલકર્મને કરે છે એ વાત કયાં રહી?
વિકારનું વેદન એ જીવદ્રવ્યના સ્વરૂપમાં નથી. જીવદ્રવ્ય તો શુદ્ધ ચૈતન્યપ્રકાશનો પુંજ છે. એ તો જેવો છે તેવો ત્રિકાળ છે. પરંતુ રાગની આડમાં ઢંકાઈ ગયો છે. તે વિકારની અવસ્થાને અહીં અચેતન કહીને તેનાથી ભિન્ન શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિ કરાવી છે, તેથી તો કહ્યું કે મિથ્યાત્વાદિ અચેતન ગુણસ્થાને થોડું અચેતન કર્મ કરે તો કરો, શુદ્ધ જીવને એમાં કાંઈ નથી અર્થાત્ શુદ્ધ જીવ કર્મનો કર્તા નથી.
આત્મામાં બધા ભાવ્યભાવકભાવનો અભાવ છે. જડ પુદ્ગલકર્મનો વિપાક ભાવક છે અને મિથ્યાત્વાદિ તેર ગુણસ્થાન તેનું ભાવ્ય છે. વળી તેર ગુણસ્થાન ભાવક છે અને