સમયસાર ગાથા-૧૦૯ થી ૧૧૨ ] [ ૧૮૭ નવાં કર્મ જે બંધાય તે એનું ભાવ્ય છે. બન્ને પ્રકારે આત્મામાં ભાવ્યભાવકભાવનો અભાવ હોવાથી આત્મા ન ગુણસ્થાનને વેદે છે, ન પુદ્ગલકર્મને વેદે છે. અને નહિ વેદતો એવો તે પુદ્ગલકર્મનો કર્તા નથી. અહો! ચેતન-અચેતનના બે સ્પષ્ટ ભાગ પાડીને આચાર્યદેવે અલૌકિક ભેદજ્ઞાન કરાવ્યું છે.
વિકૃત અવસ્થા પોતાથી પોતાના સ્વકાળે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે. ક્રમબદ્ધ થાય છે એવું જ્ઞાન કરનારને શુદ્ધ દ્રવ્યનું લક્ષ હોય છે. ક્રમબદ્ધને જાણનારો અકર્તા છે; અને અકર્તા છે એટલે જ્ઞાતા છે. અંદર પોતાના શુદ્ધ જ્ઞાયકને જાણનારું જ્ઞાન, જે રાગાદિ ભાવ છે તે પોતાનો નથી, પરનો છે એમ જાણીને તેને કાઢી નાખે છે. આ ભેદજ્ઞાનની ક્રિયા છે. આવું ભેદજ્ઞાન જેને પ્રગટ છે એવા ધર્મી જીવને નિરંતર પર્યાયમાં આનંદનું વેદન છે. કર્મનું ફળ જે સુખદુઃખની કલ્પના તેને ધર્મી વેદતો નથી.
અહીં કહે છે કે આત્મા અનંતગુણનો રસકંદ ચૈતન્ય મહાપ્રભુ મહા-આત્મા છે. તેમાં વિકાર નથી અને વિકાર કરે એવો ગુણ પણ નથી. તો પછી આત્મા વિકારને અને મિથ્યાત્વાદિ ગુણસ્થાનને કેવી રીતે કરે અને કેવી રીતે ભોગવે? પર્યાયને રાગનો સંબંધ છે, શુદ્ધ ત્રિકાળી દ્રવ્યને રાગનો સંબંધ છે જ નહિ. માટે ભગવાન આત્મામાં રાગનું કરવું ય નથી અને રાગનું વેદવું ય નથી. આવો જ શુદ્ધ દ્રવ્યસ્વભાવ છે.
ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ જિનેશ્વરદેવની આ વાણી છે. તેમાં કહે છે કે-ભગવાન! તું શુદ્ધ ચૈતન્યમય એકરૂપ ચિદ્રૂપ છો ને! સદા નિરાવરણ છો ને! જો આવરણ હોય તો ગુણસ્થાનના ભેદ પડે. પણ તારો દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ નિરાવરણ છે. તેમાં ગુણ-સ્થાન કેવાં? તેર ગુણસ્થાન તો અચેતન છે, પુદ્ગલ છે, જડ કર્મનો પાક છે. પ્રભુ! આનંદનો નાથ એવા તારામાં અતીન્દ્રિય આનંદનો પાક પાકે એવું તારું સ્વરૂપ છે. જ્યાં રાગ પાકે તે તું નહિ, એ તો પુદ્ગલ છે. રાગ છે એ તો ભાવક એવા પુદ્ગલકર્મનું ભાવ્ય છે. તેથી આત્મા પુદ્ગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો વેદનારો છે માટે તેનો કર્તા છે એવો તારો જે તર્ક છે તે મિથ્યા છે, અવિવેકથી ભરેલો છે. ભાઈ! જેમ આત્મા રાગનો કર્તા નથી તેમ રાગનો વેદક પણ નથી અને જેમ રાગનો વેદક નથી તેમ રાગનો કર્તા પણ નથી.
અહાહા...! પૂર્ણાનંદનો નાથ ચૈતન્યહીરલો શુદ્ધ ચૈતન્યસ્ફટિકરત્ન અંદર સદા બિરાજે છે. એમાં વિકારની ઝાંય કયાં છે? અહીં એકલું શુદ્ધ દ્રવ્ય સિદ્ધ કરવું છે. વર્તમાન પર્યાયમાં જે વિકાર છે તે તેની પોતાની યોગ્યતાથી છે. પણ અહીં વિકાર સિદ્ધ કરવો નથી. અહીં તો વિકારથી ભિન્ન ત્રિકાળ નિરાવરણ શુદ્ધ ચૈતન્યમય દ્રવ્ય સિદ્ધ કરવું છે. સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળી શુદ્ધ પરમાત્મદ્રવ્ય તે સિદ્ધ કરવું છે. તો કહે છે કે સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય શુદ્ધ પારિણામિકભાવ-સ્વરૂપ પરમભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્ય તે હું છું, ખંડ જ્ઞાન તે હું નહિ-એમ