૧૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ સમ્યગ્દ્રષ્ટિ ભાવે છે. સમ્યગ્દર્શન થવા પહેલાં પણ આવું નિર્વિકાર નિજ દ્રવ્ય છે તેની ભાવના કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પ્રભુ! તું મોટો આવો મહાપ્રભુ છે તેને ભૂલીને અરેરે! રાગનો હું વેદનારો અને રાગનો હું કરનારો એવું માનવામાં ગુંચાઈ ગયો! ભગવાન આત્મા રાગ અને ગુણસ્થાનને વેદે અને કરે એવું એનું સ્વરૂપ જ નથી. હવે કહે છે-
‘માટે એમ ફલિત થયું કે-જેથી પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના ભેદરૂપ તેર વિશેષ પ્રત્યયો કે જેઓ ‘‘ગુણ’’ શબ્દથી કહેવામાં આવે છે (અર્થાત્ જેમનું નામ ગુણસ્થાન છે) તેઓ જ કેવળ કર્મોને કરે છે, તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે, ‘‘ગુણો’’ જ તેમના કર્તા છે; અને તે ‘‘ગુણો’’ તો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ ઠર્યું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે.’
પ્રત્યય કહો કે આસ્રવ કહો તે એક જ વાત છે. તે બધા પુદ્ગલદ્રવ્યમય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ચાર સામાન્ય પ્રત્યયો એટલે આસ્રવો છે. તેના ભેદરૂપ તેર વિશેષ આસ્રવો કે જેઓ ‘ગુણ’ શબ્દથી કહેવામાં આવે છે તેઓ જ કેવળ કર્મને કરે છે. અને આ ‘ગુણો’ એટલે ગુણસ્થાનો પુદ્ગલદ્રવ્ય જ છે. માટે એમ સિદ્ધ થયું કે પુદ્ગલકર્મનો પુદ્ગલ દ્રવ્ય જ એક કર્તા છે, જીવ તો અકર્તા જ છે.
અરે! લોકો બિચારા વિષયકષાયમાં ગરી ગયા છે. વેપારંધધા અને બાયડી-છોકરાંને સાચવવામાં આખી જિંદગી ગુમાવી દે છે. આવું તત્ત્વ સમજવાની ફુરસદ મેળવતા નથી. પણ ભાઈ! એ વિષયકષાયનું ફળ બહુ માઠું આવશે; એ સહન કરવું મહા આકરું પડશે ભાઈ! અહીં કહે છે કે પ્રભુ! તું ચૈતન્યમણિરત્ન છો. આવો તું અચેતન ધૂળમાં કેમ આવે? આ મિથ્યાત્વાદિ સામાન્ય ચાર અને વિશેષ તેર પ્રત્યયો અચેતન પુદ્ગલમય ધૂળમય જ છે, કેમકે તેઓ પુદ્ગલનું કાર્ય છે, જીવ તેનો કર્તા નથી. વળી તું એના વેદનની વાત કરે છે પણ ચિદાનંદઘનસ્વરૂપ એવો તું એ અચેતનને કેવી રીતે વેદે? અહાહા...! ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મા અચેતનને કેવી રીતે વેદે? માટે આત્મા મિથ્યાત્વાદિને વેદે છે માટે કરે છે એવો જે તારો તર્ક છે તે જૂઠો છે. મિથ્યાદ્રષ્ટિને પણ મિથ્યાત્વાદિ જે પ્રત્યયો છે તેનો કર્તા પુદ્ગલ છે, આત્મદ્રવ્ય તેનો કર્તા નથી.
માટે એમ ફલિત થયું કે પુદ્ગલદ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયો અને તેના ભેદરૂપ તેર વિશેષ પ્રત્યયો કે જેનું નામ ગુણસ્થાન છે તેઓ જ કેવળ કર્મોને કરે છે. ભગવાન આત્મા ગુણસ્થાનને કરતો નથી તો નવાં પુદ્ગલકર્મ બંધાય તેને કેમ કરે? તેથી જીવ પુદ્ગલકર્મોનો અકર્તા છે. ગુણો જ તેમના કર્તા છે; તે ગુણો-ગુણસ્થાનો પુદ્ગલદ્રવ્ય જ છે; તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલકર્મનો પુદ્ગલદ્રવ્ય જ એક કર્તા છે.
આ તેર અચેતન ગુણસ્થાનો અચેતન કર્મને કરે તો કરો, એમાં આત્માને કાંઈ