૧૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ ભવના દુઃખથી છૂટવું હોય તો અંદર રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમૂર્તિ બિરાજે છે તેની દ્રષ્ટિ કર, તેનો જ અનુભવ કર તેનું જ સેવન કર, દયા, દાન આદિ વિકલ્પમાં-રાગમાં ન ઊભો રહે; અંદર જા અને શુદ્ધ ચૈતન્યતત્ત્વને પકડ. તેથી તારું કલ્યાણ થશે.
આફ્રિકામાં બે હજાર વર્ષથી દિગંબર જિનમંદિર ન હતું. ત્યાં હમણાં જિનાલયનું ખાતમુહૂર્ત થયું. તેમાં કોઈ બે-પાંચ લાખનું દાન આપે અને તેમાં રાગની મંદતા કરે તો એનાથી તેને પુણ્યબંધ થાય, પણ ધર્મ ન થાય. ક્રોડ રૂપિયા આપે તોય શું? ક્રોડનું ધન મારું છે એમ માનીને તેને દાનમાં ખર્ચે તો એની માન્યતા મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વ મહાપાપ છે. જન્મ-મરણરહિત થવાનો માર્ગ બહુ જુદો છે બાપુ! આકરી પડે પણ આ જ વાત સત્ય છે, પ્રભુ! અરે ભાઈ! હજુ જેને ચારગતિમાં રઝળવાના કારણરૂપ ભાવના સ્વરૂપની પણ ખબર નથી તેને ધર્મ કેમ પ્રાપ્ત થાય?
પ્રભુ! તું અનંત અનંત ગુણનો પિંડ ચિન્માત્ર ચૈતન્યહીરલો છો. અહાહા.......! તેની કિંમત શું? અણમોલ-અણમોલ ચીજ ભગવાનસ્વરૂપે જિનસ્વરૂપે અંતરમાં વિરાજી રહી છે! કહ્યું છે ને કે-
અહાહા...! ભગવાન ત્રિકાળ વીતરાગસ્વરૂપ પ્રભુ અંદર વિરાજે છે; અત્યારે હોં! તેનું ત્રિકાળસ્વરૂપ વીતરાગતા છે. ચૈતન્યસ્વરૂપ, અકષાયરૂપ, પરમાનંદમય પરમપ્રભુતા-સ્વરૂપ ભગવાન દ્રવ્યસ્વભાવ છે. તેનાથી વિપરીત જે આ પુણ્ય-પાપ અને ગુણસ્થાનના ભાવ છે તે નવાબંધના કારણ છે. આ વિકારી ભાવ સંસારની રઝળપટ્ટીનું કારણ છે. મિથ્યાપક્ષરૂપી મદિરાના સેવનથી ઉન્મત્ત થયેલો જીવ અરેરે! આ સમજતો નથી!
વાણિયા ઘાસલેટ બાળીને વેપારમાં નામું મેળવે પણ ભગવાન સર્વજ્ઞદેવની શું આજ્ઞા છે તે જાણીને તેની સાથે પોતાના પરિણામ મેળવતા નથી. પરંતુ ભાઈ! આ ભવ (અવસર) ભવનો (સંસારનો) અભાવ કરવા માટે છે. તેમાં આ વાત ન સાંભળી તો તું કયાં જઈશ, પ્રભુ! જેમ વંટોળિયામાં તણખલું ઉડીને કયાં જઈ પડશે તે ખબર નથી તેમ આત્મભાનરહિત થઈને સંસારમાં રઝળતો જીવ મરીને કાગડે, કૂતરે.......કયાં ચાલ્યો જશે? વિચાર કર.
અહા! પંડિત જયચંદજીએ કેવો સરસ ભાવાર્થ કર્યો છે. કહે છે કે-તેથી એમ સિદ્ધ થયું કે પુદ્ગલદ્રવ્ય જ પુદ્ગલકર્મનું કર્તા છે; જીવ કર્તા નથી. જીવને પુદ્ગલકર્મનો કર્તા માનવો તે અજ્ઞાન છે.
મિથ્યાત્વાદિ ભાવો છે તે આસ્રવ છે, બંધનું કારણ છે કેમકે તેઓ અચેતન છે, પુદ્ગલદ્રવ્યમય છે, જીવરૂપ નથી. દ્રવ્ય વસ્તુ છે તે તો શુદ્ધ ચિન્માત્ર પરમબ્રહ્મસ્વરૂપ