Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1256 of 4199

 

સમયસાર ગાથા-૧૧૩ થી ૧૧પ ] [ ૧૯પ આ જગતમાં [यः तु] જે [जीवः] જીવ છે [सः एव तु] તે જ [नियमतः] નિયમથી [तथा] તેવી જ રીતે [अजीवः] અજીવ ઠર્યો; (બન્નેનું અનન્યપણું હોવામાં આ દોષ આવ્યો;) [प्रत्ययनोकर्मकर्मणाम्] પ્રત્યય, નોકર્મ અને કર્મના [एकत्वे] એકપણામાં અર્થાત્ અનન્યપણામાં પણ [अयम् दोषः] આ જ દોષ આવે છે. [अथ] હવે જો (આ દોષના ભયથી) [ते] તારા મતમાં [क्रोधः] ક્રોધ [अन्यः] અન્ય છે અને [उपयोगात्मकः] ઉપયોગસ્વરૂપ [चेतयिता] આત્મા [अन्यः] અન્ય [भवति] છે, તો [यथा क्रोधः] જેમ ક્રોધ [तथा] તેમ [प्रत्ययाः] પ્રત્યયો [कर्म] કર્મ અને [नोकर्म अपि] નોકર્મ પણ [अन्यत्] આત્માથી અન્ય જ છે.

ટીકાઃ– જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે તેમ જડ ક્રોધ

પણ અનન્ય જ છે એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે, તો ચિદ્રૂપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે, -એ રીતે અન્ય દ્રવ્યનો લોપ થાય. આ પ્રમાણે પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જીવથી અનન્ય છે એવી પ્રતિપત્તિમાં પણ આ જ દોષ આવે છે. હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે, તો જેમ ઉપયોગાત્મક જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ અન્ય જ છે કારણ કે તેમના જડસ્વભાવપણામાં તફાવત નથી (અર્થાત્ જેમ ક્રોધ જડ છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જડ છે). આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી.

ભાવાર્થઃ– મિથ્યાત્વાદિ આસ્રવ તો જડસ્વભાવ છે અને જીવ ચેતનસ્વભાવ છે. જો

જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે. માટે આસ્રવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે.

* * *
સમયસાર ગાથા ૧૧૩ થી ૧૧પઃ મથાળું

વળી જીવને અને તે પ્રત્યયોને એકપણું નથી એમ હવે કહે છેઃ-

* ગાથા ૧૧૩ થી ૧૧પઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેમ જીવના ઉપયોગમયપણાને લીધે જીવથી ઉપયોગ અનન્ય છે તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી જો પ્રતિપત્તિ કરવામાં આવે, તો ચિદ્રૂપના અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની માફક જડ ક્રોધમયપણું પણ આવી પડે. એમ થતાં તો જે જીવ તે જ અજીવ ઠરે-એ રીતે અન્યદ્રવ્યનો લોપ થાય.’ _________________________________________________________________ ૧. પ્રતિપત્તિ = પ્રતીતિ; પ્રતિપાદન. ૨. ચિદ્રૂપ = જીવ.