સમયસાર ગાથા-૧૧૩ થી ૧૧પ ] [ ૧૯૯ પછી તે બધા જડસ્વરૂપ હોવાથી આત્મા જડ થઈ જાય અર્થાત્ ચૈતન્યદ્રવ્યનો લોપ થઈ જાય. ભગવાન આત્મા તો સ્વરૂપથી શુદ્ધ જ્ઞાતાદ્રષ્ટા છે. પુણ્યપાપના ભાવનો જ્ઞાતાદ્રષ્ટા, શરીર-મન- વાણીનો અને નોકર્મ-કર્મ સર્વનો જ્ઞાતાદ્રષ્ટા છે. જ્ઞાતાદ્રષ્ટા છે તે પરનો થતો નથી અને પરપદાર્થો જ્ઞાતાદ્રષ્ટાના થતા નથી. તેથી જીવથી રાગ અનન્ય છે એમ માનતાં જે દોષ આવે છે તે જ દોષ પ્રત્યયો, કર્મ અને નોકર્મ આત્માથી એક છે એમ માનતાં આવે છે. હવે કહે છે-
‘હવે જો આ દોષના ભયથી એમ સ્વીકારવામાં આવે કે ઉપયોગાત્મક જીવ અન્ય જ છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય જ છે, તો જેમ ઉપયોગાત્મક જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે તેમ પ્રત્યય, નોકર્મ, અને કર્મ પણ અન્ય જ છે કારણ કે તેમના જડ-સ્વભાવપણામાં તફાવત નથી (અર્થાત્ જેમ ક્રોધ જડ છે તેમ પ્રત્યય, નોકર્મ અને કર્મ પણ જડ છે). આ રીતે જીવને અને પ્રત્યયને એકપણું નથી.’
લ્યો, આ સિદ્ધ કર્યું કે ચૈતન્યઉપયોગમય જ્ઞાનસ્વરૂપ જીવ અન્ય છે અને જડ-સ્વભાવ ક્રોધ અન્ય છે. શુભાશુભભાવ જડ છે અને તે ચૈતન્યમય આત્માથી અન્ય છે. અરે ભાઈ! તારું ચૈતન્યતત્ત્વ કોણ છે તેની તને ખબર નથી. પ્રભુ! તારું ચૈતન્યતત્ત્વ જ્ઞાનાદિ અનંત ગુણનું ગોદામ છે, અનંત સ્વભાવનો સાગર છે, અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન છે. તે ક્રોધનું, રાગાદિ ભાવનું સ્થાન નથી. અહાહા...! અમૃતથી તૃપ્તતૃપ્ત (પૂર્ણ ભરેલો) અંદર અમૃતનો સાગર પ્રભુ ઉછળી રહ્યો છે. ધ્રુવ-ધ્રુવ-ધ્રુવસ્વરૂપ ત્રિકાળ ચિદાનંદઘનસ્વરૂપ વીતરાગસ્વરૂપ ભગવાન આત્મા છે. તેને રાગવાળો માને વા રાગનો કર્તા માને તો તે જડરૂપ થઇ જાય. માટે ભગવાન આત્મા અન્ય છે અને જડસ્વભાવ ક્રોધ અન્ય છે એ જ નિર્દોષ સ્વરૂપસ્થિતિ છે. અને જો એમ છે તો એ જ રીતે આઠ કર્મ, શરીરાદિ નોકર્મ અને મિથ્યાત્વાદિ પ્રત્યયો જીવથી અન્ય છે, કેમકે તે બધાના જડસ્વભાવપણામાં કાંઈ ફરક નથી.
જુઓ! વ્યવહારથી નિશ્ચય થાય એમ કેટલાક લોકોનો જે પોકાર છે તેનો અહીં નિષેધ કરે છે. વ્યવહાર અન્ય છે અને ચૈતન્યમય વસ્તુ અન્ય છે એમ અહીં કહ્યું છે. અરે ભાઈ! જેમ અંધકારથી પ્રકાશ ન થાય તેમ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ન થાય. શુભરાગ મારું કાર્ય અને શુભરાગનો હું કર્તા એવી માન્યતાથી અનાદિ કાળથી તું સંસાર-સાગરમાં ડૂબી ગયો છે. આ તારા હિતની વાત કરતાં આચાર્ય કહે છે કે રાગ અન્ય છે અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા અન્ય છે.
આત્મા જ્ઞાનનો કર્તા છે પણ જે રાગપરિણામ થાય તેનો નિશ્ચયથી કર્તા નથી. રાગ થાય છે પણ રાગનો કર્તા નથી. આ રીતે જીવ અને પ્રત્યયો એક નથી, જીવ અને આસ્રવો એક નથી; અન્ય-અન્ય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-આ બધા