સમયસાર ગાથા-૧૨૭ ] [ ૨૩પ અનાદિ સામાન્ય જ્ઞાનસ્વભાવ, અનાદિ સામાન્ય દર્શનસ્વભાવ, અનાદિ સામાન્ય આનંદ- સ્વભાવ, અનાદિ સામાન્ય પુરુષાર્થસ્વભાવ-એમ અનાદિ સામાન્ય અનંતગુણસ્વભાવમય વસ્તુ છે. અને રાગાદિ ભાવ એનાથી ભિન્ન ચીજ છે. પરંતુ સ્વપરના એકત્વના અધ્યાસને કારણે અજ્ઞાની પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થઈ ગયો છે.
દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા કરો તો એનાથી આત્માનું કલ્યાણ થઈ જશે એવી અજ્ઞાનીને મિથ્યા શ્રદ્ધા છે; અને જગતમાં એવી મિથ્યા પ્રરૂપણા ચાલે છે. અરે ભાઈ! રાગથી લાભ (ધર્મ) થાય એ વીતરાગનો, જૈન પરમેશ્વરનો માર્ગ નથી. એ તો રાગી અજ્ઞાનીઓનો માર્ગ છે. આત્મા જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ છે; તે રાગથી ભિન્ન છે. અજ્ઞાનીને પોતાનો વીતરાગ સ્વભાવ અને રાગ-એ બેની એકતાનો અધ્યાસ થઈ ગયો છે. આમ ભિન્ન પદાર્થમાં એકત્વના અધ્યાસના કારણે જ્ઞાનમાત્ર એવા નિજસ્વરૂપથી તે ભ્રષ્ટ થઈ ગયો છે. આત્માનાં અતીન્દ્રિય આનંદ અને શાંતિથી અજ્ઞાની ભ્રષ્ટ થઈ ગયો છે. હવે કહે છે-
અજ્ઞાની જીવ, પર એવા રાગ સાથે એકત્વ થઈને જેને અહંકાર પ્રવર્ત્યો છે એવો પોતે આ હું ખરેખર રાગી છું, દ્વેષી છું એમ માનતો થકો રાગી અને દ્વેષી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગ-દ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે.
અહા! હું રાગી છું, હું રાગનો કરનારો છું-એમ એને રાગમાં અહમ્ આવી ગયું છે. હું રાગથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ છું એવું ભેદજ્ઞાન તેને આથમી ગયું છે. સૂક્ષ્મ વાત છે, પ્રભુ! બીજું બધું કર્યું પણ અનંતકાળમાં એણે ભેદજ્ઞાન કર્યું નહિ તેથી દુઃખી થઈ રહ્યો છે. દોલતરામજીએ કહ્યું છે ને કે-
મુનિવ્રત ધારણ કરી મહાવ્રતનું પાલન કર્યું, અઠ્ઠાવીસ મૂળગુણ પાળ્યા, નગ્ન દિગંબર થયો; પણ એ બધી તો રાગની-જડની ક્રિયા હતી. પૃથક્ આત્માની ઓળખાણ કરીને અંતરનો સમ્યક્ પુરુષાર્થ કર્યો નહિ તો કાળલબ્ધિ શું કરે? કાળલબ્ધિ પણ પુરુષાર્થ થતાં પાકે છે. ભાઈ! ક્રમબદ્ધમાં તો અકર્તાપણાનો અનંત પુરુષાર્થ રહેલો છે. કાળલબ્ધિ એટલે જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય, પણ આવો નિર્ણય કરનારને જ્ઞાતાદ્રષ્ટાનો સમ્યક્ પુરુષાર્થ હોય છે (અને તેનું ક્રમબદ્ધ પરિણમન પણ નિર્મળ જ હોય છે).
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આવે છે કે સમય-સમયમાં જે પર્યાય થાય તે પ્રત્યેક ક્રમબદ્ધ થાય છે. પરંતુ ક્રમબદ્ધનો સાચો નિર્ણય કોને હોય છે? જેને પોતાના જ્ઞાતા-