जम्हा तम्हा णाणिस्स सव्वे भावा हु णाणमया।। १२८ ।।
जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स।। १२९ ।।
यस्मात्तस्माज्ज्ञानिनः सर्वे भावाः खलु ज्ञानमयाः।। १२८ ।।
यस्मात्तस्माद्भावा अज्ञानमया अज्ञानिनः।। १२९ ।।
આ જ પશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮.
તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯.
[ज्ञानमयः एव] જ્ઞાનમય જ [भावः] ભાવ [जायते] ઉત્પન્ન થાય છે [तस्मात्] તેથી [ज्ञानिनः] જ્ઞાનીના [सर्वे भावाः] સર્વ ભાવો [खलु] ખરેખર [ज्ञानमयाः] જ્ઞાનમય જ હોય છે. [च] અને, [यस्मात्] કારણ કે [अज्ञानमयात् भावात्] અજ્ઞાનમય ભાવમાંથી [अज्ञानः एव] અજ્ઞાનમય જ [भावः] ભાવ [जायते] ઉત્પન્ન થાય છે [तस्मात्] તેથી [अज्ञानिनः] અજ્ઞાનીના [भावाः] ભાવો [अज्ञानमयाः] અજ્ઞાનમય જ હોય છે.
અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે, તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે.