સમયસાર ગાથા-૧૨૮-૧૨૯ ] [ ૨૪૧
सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते।। ६७ ।।
અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે; તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે અને જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [ज्ञानिनः] જ્ઞાનીના [सर्वे भावाः] સર્વ ભાવો [ज्ञाननिर्वृत्ताः हि] જ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) [भवन्ति] હોય છે [तु] અને [अज्ञानिनः] અજ્ઞાનીના [सर्वे अपि ते] સર્વ ભાવો [अज्ञाननिर्वृत्ताः] અજ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) [भवन्ति] હોય છે. ૬૭.
આ જ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-
‘ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે. તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય હોય છે.’
દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિના જે ભાવ થાય તે મારા છે અને હું તેનો કર્તા છું એમ અજ્ઞાની માને છે. એ રાગની એકતાબુદ્ધિરૂપ જે પરિણામ છે તે અજ્ઞાનમય ભાવ છે. તેથી અજ્ઞાનીને જે કોઈ ભાવ થાય છે તે અજ્ઞાનમયપણાને ઉલ્લંઘતા નહિ હોવાથી બધાય અજ્ઞાનમય હોય છે.
શાસ્ત્રનું જ્ઞાન ન હોય તે અજ્ઞાન એમ અજ્ઞાનનો અર્થ નથી. શાસ્ત્રનું જ્ઞાન તો હોય છે. કરોડો શ્લોકોનું જ્ઞાન હોય, પણ તે પરલક્ષી જ્ઞાન મારું સ્વરૂપ છે એમ જે માને છે તેનો તે અજ્ઞાનમય ભાવ છે. અજ્ઞાની શાસ્ત્રના સ્વાધ્યાયમાં પ્રવૃત્ત હોય તોપણ તેને રાગમાં તન્મયપણું હોવાથી તેનો તે ભાવ અજ્ઞાનમય જ છે. અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ ભાવ નીપજે છે તે અજ્ઞાનમય જ હોય છે. ઝીણી વાત છે, ભાઈ! બહુ ધ્યાન દઈને ધીરજથી સાંભળવી જોઈએ.
કોઈ દસ-વીસ લાખનો ખર્ચ કરીને મંદિર બંધાવે, તેમાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠા કરે, ભગવાનનાં દર્શન, સ્તુતિ, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરે; પણ તે બધો શુભરાગ