સમયસાર ગાથા-૧૩૯-૧૪૦ ] [ ૨૬૭ આવી પડે. પરંતુ જીવને એકને જ રાગાદિ-અજ્ઞાનપરિણામ તો થાય છે; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે જીવના રાગાદિ-અજ્ઞાનપરિણામનું નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
માનવામાં આવે તો બન્નેને રાગાદિરૂપ પરિણામ ઠરે. પરંતુ પુદ્ગલકર્મ તો રાગાદિરૂપે (જીવરાગાદિરૂપે) કદી પરિણમી શકતું નથી; તેથી પુદ્ગલકર્મનો ઉદય કે જે રાગાદિપરિણામને નિમિત્ત છે તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
પુદ્ગલદ્રવ્યથી જુદું જ જીવનું પરિણામ છે એમ હવે પ્રતિપાદન કરે છેઃ-
‘જો જીવને, રાગાદિ-અજ્ઞાનપરિણામના નિમિત્તભૂત એવું જે ઉદયમાં આવેલું પુદ્ગલકર્મ તેની સાથે જ (અર્થાત્ બંને ભેગાં મળીને જ), રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે-એમ વિતર્ક કરવામાં આવે તો, જેમ ભેળાં થયેલાં ફટકડી અને હળદર બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ, જીવ અને પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ-અજ્ઞાન-પરિણામ આવી પડે.’
જીવને જે રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે તેમાં પૂર્વનું જૂનું કર્મ નિમિત્ત છે. અહીં એમ કહે છે કે જીવને જે રાગદ્વેષના પરિણામ થાય છે તે જીવ અને પૂર્વનું કર્મ એ બન્ને ભેગાં મળીને થાય છે એમ નથી. છતાં બંને ભેગાં મળીને જીવને રાગાદિ-અજ્ઞાનપરિણામ થાય છે એમ જો કોઈ માને તો, જેમ ભેગાં મળેલાં હળદર અને ફટકડી બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ જીવ અને પુદ્ગલ બન્નેને રાગાદિના પરિણામ આવી પડે. એમ થતાં જડ પુદ્ગલને પણ રાગદ્વેષ આવી પડે, અને પુદ્ગલ પોતાની અવસ્થાથી ખાલી જ રહે. એમ તો ત્યારે જ બને જ્યારે પુદ્ગલ જીવરૂપ થઈ જાય વા પુદ્ગલ અને જીવ એક થઈ જાય. પરંતુ એમ તો થતું નથી.
જીવ રાગદ્વેષના પરિણામ સ્વતંત્રપણે કરે છે, અને તે વેળા નવું કર્મ બંધાય તે પણ સ્વતંત્રપણે બંધાય છે. જૂનાં કર્મ જે ઉદયમાં આવે છે તે પુદ્ગલકર્મની પર્યાય પણ સ્વતંત્રપણે થાય છે. જીવ રાગદ્વેષરૂપે સ્વયં પરિણમે ત્યારે સાથે જૂનાં કર્મનો ઉદય નિમિત્ત છે, પણ બન્ને મળીને જીવના રાગદ્વેષના પરિણામ કરે છે એમ નથી. જીવ પણ પોતાના રાગદ્વેષના પરિણામ કરે અને જૂનાં કર્મ પણ જીવના રાગદ્વેષના પરિણામને કરે એમ નથી. અરે ભાઈ! જીવના પરિણામ જુદા અને જડકર્મ જે ઉદયમાં આવ્યું તેના પરિણામ પણ જુદા છે. જીવે રાગદ્વેષ સ્વતંત્રપણે પોતાથી કર્યા છે, કર્મને