૨૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ લઈને બિલકુલ નહિ. વિકારના પરિણામ પોતાના ષટ્કારકરૂપ પરિણમનથી સ્વતંત્ર થાય છે, તેમાં કર્મની કોઈ અપેક્ષા નથી.
અજ્ઞાની એમ માને છે કે કર્મનો ઉદય રાગદ્વેષ કરાવે છે. આ પ્રમાણે માનીને તે સ્વચ્છંદપણે વિષય-કષાય સેવે છે. તેને અહીં કહે છે કે-ભાઈ! કર્મનો ઉદય તને રાગદ્વેષ કરાવતું નથી, તું પોતે જ તે-રૂપે પરિણમે છે. પોતાના ઊંધા પુરુષાર્થથી અજ્ઞાન-વડે તું પોતે જ રાગદ્વેષરૂપે પરિણમે છે.
અહીં કહે છે-જીવ અને પુદ્ગલકર્મ બંને મળીને જો જીવને વિકાર થાય છે એમ વિતર્ક કરવામાં આવે તો ભેગાં મળેલાં હળદર અને ફટકડી બન્નેને લાલરંગરૂપ પરિણામ થાય છે તેમ જીવ અને પુદ્ગલ બન્નેને રાગદ્વેષના પરિણામ થાય એમ ઠરે. પરંતુ એમ થતું નથી. જીવ એકલો જ રાગદ્વેષના ભાવરૂપે પરિણમે છે. કર્મ શું કરે? કર્મ તો જડ છે, તે જીવના રાગાદિ પરિણામ કેમ કરે? આવે છે ને કે-
જીવને પોતાની ભૂલથી રાગાદિ અજ્ઞાનમય ભાવ થાય છે અને તે જ સમયે સામે જૂનાં કર્મ સ્વયં પોતાથી ઉદયમાં આવે છે. બસ; બન્ને પોતપોતામાં સ્વતંત્ર, કોઈ કોઈના કર્તા નહિ. અહા! જગતનો પ્રત્યેક પદાર્થ (પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી) સ્વતંત્ર છે, તેથી કર્મનો ઉદય આવે તો જીવને વિકાર કરવો પડે એમ છે નહિ; અને જીવને વિકારના પરિણામ છે માટે નવાં કર્મને બંધાવું પડે છે એમ પણ છે નહિ.
ફટકડી સફેદ અને હળદર પીળી-એ બન્ને ભેગાં મળીને લાલરંગ થાય છે. તેમ જીવ અને કર્મ બન્ને ભેગાં મળીને જો જીવના રાગદ્વેષ પરિણામ કરે તો બન્નેને રાગાદિરૂપ પરિણમન થઈ જાય. પણ જીવ એકને જ રાગદ્વેષના પરિણામ થાય છે, કર્મને કાંઈ રાગદ્વેષ થતા નથી. કર્મનો ઉદય છે તે જડ પુદ્ગલની પર્યાય છે અને રાગદ્વેષ છે તે જીવની વિકારી પર્યાય છે. તેથી કર્મના ઉદયથી જીવના રાગદ્વેષપરિણામ થાય છે એ વાત યથાર્થ નથી. પોતાના અજ્ઞાનથી સ્વયમેવ જીવ રાગદ્વેષરૂપે પરિણમે છે અને તેમાં જૂના કર્મનો ઉદય નિમિત્તમાત્ર છે. જૂનાં કર્મ જીવને વિકાર થવામાં નિમિત્ત હો, પણ તેનાથી જુદું જ જીવનું પરિણામ છે.
જીવ પોતાથી જ વિકારી ભાવ કરે છે, કર્મથી નહિ; તથા કર્મ પોતાથી પરિણમે છે, જીવના રાગદ્વેષથી નહિ. પ્રત્યેક પદાર્થ પ્રતિસમય પોતાની પર્યાયને સ્વતંત્રપણે કરે છે તેમાં બીજાની જરૂર કયાં છે?
બે વાત સિદ્ધ કરીછે.
૧. જ્યારે જીવ પોતામાં, પોતાથી સ્વતંત્રપણે રાગદ્વેષ કરે છે તે સમયે નવાં પુદ્ગલ કર્મરૂપે પરિણમે છે. તે કર્મરૂપ પરિણામને જીવના રાગદ્વેષ પરિણમાવે અને