Pravachan Ratnakar (Gujarati). Gatha: 142.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1336 of 4199

 

ગાથા–૧૪૨

ततः किम्–

कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं।
पक्खादिक्कंतो पुण भण्णदि जो सो समयसारो।। १४२ ।।
कर्म बद्धमबद्धं जीवे एवं तु जानीहि नयपक्षम्।
पक्षातिक्रान्तः पुनर्भण्यते यः स समयसारः।। १४२ ।।

પણ તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે, - એમ હવે ગાથામાં કહે છેઃ-

છે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નયપક્ષ છે;
પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે ‘સમયનો સાર’ છે. ૧૪૨.

ગાથાર્થઃ– [जीवे] જીવમાં [कर्म] કર્મ [बद्धम्] બદ્ધ છે અથવા [अबद्धं] અબદ્ધ છે- [एवं तु] એ પ્રકારે તો [नयपक्षम्] નયપક્ષ [जानीहि] જાણ; [पुनः] પણ [यः] જે [पक्षातिक्रान्तः] પક્ષાતિક્રાંત (અર્થાત્ પક્ષને ઓળંગી ગયેલો) [भण्यते] કહેવાય છે [सः] તે [समयसारः] સમયસાર (અર્થાત્ નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્ત્વ) છે.

ટીકાઃ– ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવો જે વિકલ્પ તથા ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એવો જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે. જે તે નયપક્ષને અતિક્રમે છે (-ઓળંગી જાય છે, છોડે છે), તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો પોતે નિર્વિકલ્પ, એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ત્યાં (વિશેષ સમજાવવામાં આવે છે કે) -જે ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી, અને જે ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે પણ ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી; વળી જે ‘જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે’ એમ વિકલ્પ કરે છે તે, તે બન્ને પક્ષને નહિ અતિક્રમતો થકો, વિકલ્પને અતિક્રમતો નથી. તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે -અનુભવે છે.

ભાવાર્થઃ– જીવ કર્મથી ‘બંધાયો છે’ તથા ‘નથી બંધાયો’-એ બન્ને નયપક્ષ