Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1346 of 4199

 

સમયસાર ગાથા-૧૪૨ ] [ ૨૮પ

સમયસાર ગાથા ૧૪૨ઃ મથાળું

નયપક્ષના વિકલ્પ આવે છે તેથી શું? જે આત્મા તે બન્ને નયપક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે, -એમ હવે ગાથામાં કહે છેઃ-

* ગાથા ૧૪૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવો જે વિકલ્પ તથા ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એવો જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે.

શું કહે છે? જીવ કર્મથી બંધાયો છે અને જીવ કર્મથી બંધાયો નથી એવા જે વિકલ્પ તે બન્ને નયપક્ષ છે. મતલબ કે સ્વરૂપ તો પક્ષાતિક્રાન્ત છે; એટલે જે આ નયપક્ષમાં ઊભો છે તે સ્વરૂપમાં ગયો નથી, તેને સ્વરૂપનો અનુભવ નથી.

‘જે તે નયપક્ષને અતિક્રમે છે (-ઓળંગી જાય છે, છોડે છે), તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો પોતે નિર્વિકલ્પ, એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે.’

જે નયપક્ષને અતિક્રમે છે એટલે કે નયપક્ષના સર્વ વિકલ્પોનો-રાગનો ત્યાગ કરે છે તે સર્વ વિકલ્પોને છોડતો થકો પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર થાય છે. ભગવાન આત્મા પોતે નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વભાવમય વસ્તુ છે. જે નયપક્ષના વિકલ્પથી હઠી અંતરસન્મુખ થાય છે તેઓને સાક્ષાત્ ભગવાન સમયસાર પ્રાપ્ત થાય છે.

પહેલાંના વખતમાં શિયાળામાં ઘી એવાં આવતાં કે તેમાં આંગળી તો ખૂંચે નહિ પણ તાવેથો નાખો તો તે પણ વળી જાય. આવાં કઠણ ઘી પહેલાં જામી જતાં. તેમ આ ભગવાન આત્મા વિજ્ઞાનઘનસ્વરૂપ છે. તેમાં દયા, દાન આદિ સ્થૂળ રાગનો તો શું ‘હું અબદ્ધસ્વરૂપ આત્મા છું’ એવા સૂક્ષ્મ વિકલ્પનો પણ પ્રવેશ થતો નથી. આત્મા વિજ્ઞાનઘન છે એટલે પર્યાયના પણ પ્રવેશથી રહિત એકરૂપ ત્રિકાળી દ્રવ્ય છે. અહીં કહે છે-જે નયપક્ષને છોડીને ત્રિકાળી દ્રવ્યમાં દ્રષ્ટિ કરે છે તે એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને જ્ઞાન જ્ઞાનરૂપે ઘટ્ટ જામીને સાક્ષાત્ સમયસાર થાય છે, અર્થાત્ સાક્ષાત્ આત્મા જેવો છે તેવો ઉપલબ્ધ કરે છે.

દયા પાળવી, વ્રત પાળવાં, દાન કરવું, ભક્તિ કરવી-ઇત્યાદિ વ્યવહારની ક્રિયા કરતાં કરતાં ધર્મ થશે એ વાત તો કયાંય રહી ગઈ. અહીં તો કહે છે કે ‘હું અબદ્ધ-સ્પૃષ્ટ છું, નિશ્ચયથી શુદ્ધ છું, મુક્ત છું’-એવા સૂક્ષ્મ રાગના પક્ષથી પણ આત્મા સમકિત પામતો નથી. અહો! આવી અંતરની વાત દિગંબરનાં શાસ્ત્રો સિવાય બીજે કયાંય નથી. જૈન પરમેશ્વરનો અનાદિ સનાતન માર્ગ તે આ છે. કહ્યું છે ને કે-નાગા બાદશાહથી