૨૮૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ આઘા! સમાજ સમતોલ રહેશે કે નહિ વા સમાજ આ વાત માનશે કે નહિ એવી જેણે દરકાર કરી નથી એવા મહાન સંતોની આ વાણી છે.
અંદર ભગવાન આનંદનો નાથ પ્રભુ આત્મા છે. હું અબદ્ધસ્પૃષ્ટ છું એવો જે વિકલ્પ તે એને સ્પર્શતો નથી; કેમકે વિકલ્પ છે તે ઔદયિક ભાવ છે, જ્યારે ભગવાન આત્મા પરમપારિણામિકભાવરૂપ છે. તો આવો આત્મા સકળ વિકલ્પને છોડતો થકો સાક્ષાત્ સમયસાર થાય છે એટલે શું? ‘સકળ વિકલ્પને છોડતો થકો’-એમ કહ્યું એ તો ઉપદેશની શૈલિ છે. એનો અર્થ એમ છે કે દ્રષ્ટિ અંતરમાં વાળતાં વિકલ્પ બધા છૂટી જાય છે અને ત્યારે આત્માનો સાક્ષાત્ અનુભવ થઈ જાય છે. આ વિકલ્પ છે તેને છોડું છું એમ (વિકલ્પ) છે નહિ. (અંતર્દ્રષ્ટિ પૂર્વક માત્ર અનુભવ છે.)
શ્રી કુંદકુંદાચાર્યદેવ ભાવપાહુડમાં કહે છે કે જીવે બહારથી દ્રવ્યમુનિપણાં અનંતવાર ધારણ કર્યાં છે. પંચ મહાવ્રત, પાંચ સમિતિ ઇત્યાદિ અઠ્ઠાવીસ મૂલગુણનું પાલન એણે અનંતવાર કર્યું છે. પરંતુ એ તો બધો રાગ છે. તે રાગ શુદ્ધ વસ્તુમાં-આત્મામાં કયાં છે? જે આત્મામાં નથી એનાથી આત્મા કેમ પમાય? અહીં કહે છે કે રાગનો સૂક્ષ્મ પક્ષ રહી જાય તે પણ અંદર જવામાં બાધાકારક છે. હું અખંડ, અભેદ પરમાત્મદ્રવ્ય છું, એવો જે વિકલ્પ તે પણ નુકશાનકર્તા છે. અહીં કહ્યું ને કે-સકળ વિકલ્પને છોડતો નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘનસ્વભાવરૂપ થઈને જીવ સાક્ષાત્ સમયસાર થાય છે. મતલબ કે અંતર્મુખાકાર થતાં આત્મા જેવો પરમાત્મસ્વરૂપે છે તેવો અનુભવમાં આવે છે. હવે કહે છે-
‘‘ત્યાં (વિશેષ સમજાવવામાં આવે છે)-જે ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી.’’
શું કહે છે? ભગવાન આત્માને કર્મનો સંબંધ છે એવા વિકલ્પના પક્ષમાં જે ઊભો છે તે ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એવા વિકલ્પને છોડે છે; કેમકે એક સમયે બે વિકલ્પ કેમ હોઈ શકે? ‘અબદ્ધ’ના વિકલ્પને તે છોડે છે તોપણ તે વિકલ્પને અતિક્રમતો નથી; કેમકે એક પક્ષનો વિકલ્પ તો છે જ. હવે કહે છે-
‘‘અને જે ‘જીવમાં કર્મ અબદ્ધ છે’ એમ વિકલ્પ કરે છે તે પણ ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી.’’ પરદ્રવ્ય સાથે મારે સંબંધ નથી, હું અબદ્ધ છું એવા વિકલ્પમાં જે ઊભો છે તે ‘જીવમાં કર્મ બદ્ધ છે’ એવા એક પક્ષને છોડે છે તોપણ વિકલ્પને અતિક્રમતો નથી, કેમકે હું અબદ્ધ છું એવા પક્ષને તે ગ્રહણ કરે છે.
વાણિયા વેપાર-ધંધાની ધમાલમાં આખો દિવસ રોકાઈ રહે એટલે આવી વાતો