Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1349 of 4199

 

૨૮૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ

બદ્ધસ્પૃષ્ટ અને અબદ્ધસ્પૃષ્ટના નયપક્ષને છોડ, પ્રભુ! અને અંતર્દ્રષ્ટિ કર. તે સર્વજ્ઞનો ધર્મ છે અને તે જ શરણ છે, આરાધ્ય છે. એ જ હવે કહે છે-

‘તેથી જે સમસ્ત નયપક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે-અનુભવે છે.’

અહીં સમસ્ત નયપક્ષને છોડવાની વાત છે. ‘भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो’-ભૂતાર્થને આશ્રયે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે-એમ જે ગાથા ૧૧ માં કહ્યું છે ત્યાં નયપક્ષના વિકલ્પની વાત નથી. ત્યાં તો ભૂતાર્થ એટલે છતી શાશ્વત ચીજ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ ભગવાન આત્માને શુદ્ધનય કહેલ છે અને તેના આશ્રયે જે સ્વાનુભવ પ્રગટ થાય તેને સમ્યગ્દર્શન કહ્યું છે. જ્યારે અહીં તો હું આવો છું એવા નયપક્ષને છોડવાની વાત છે. આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે એ તો સત્ય છે. અહીં અબદ્ધસ્પૃષ્ટ આત્માને છોડવાની વાત નથી પણ ‘હું અબદ્ધસ્પૃષ્ટ છું’ એવો જે નયપક્ષનો વિકલ્પ છે તેને અહીં છોડવાનું કહે છે કેમકે જે સમસ્ત વિકલ્પને છોડે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે-અનુભવે છે.

પ્રશ્નઃ– અબદ્ધસ્પૃષ્ટનો પક્ષ છોડ એમ કહ્યું તો શું અંદર (અબદ્ધસ્પૃષ્ટ સિવાયની) કોઈ બીજી ચીજ છે?

ઉત્તરઃ– ના, એમ નથી. અંદર વસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા અબદ્ધસ્પૃષ્ટ જ છે. ભગવાને પણ આત્મા અબદ્ધસ્પૃષ્ટ જ જોયો છે. ભલે (વાણીમાં) તેનો વિસ્તાર વિશેષ ન થઈ શકે પણ વસ્તુ સામાન્ય જે છે તે એવી જ છે; અને તેના જ આશ્રયે સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય છે. પણ ‘હું અબદ્ધસ્પૃષ્ટ છું’ એવો જે વિચાર છે તે નયપક્ષ છે. એ નયપક્ષને જે ઓળંગે છે તે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, અને જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે ભગવાન સમયસારને પ્રાપ્ત કરે છે-અનુભવે છે. નયપક્ષને જે અતિક્રમતો નથી તેને નિજ સ્વરૂપનો અનુભવ થતો નથી. અરે ભાઈ! નયપક્ષના વિકલ્પને જે પોતાનું કર્તવ્ય માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે અને તેને આત્મા પ્રાપ્ત થતો નથી.

સર્વ વિકલ્પનું લક્ષ છોડી, અંદર શુદ્ધ અભેદ એકાકાર ચૈતન્યસ્વભાવી ભૂતાર્થ વસ્તુ છે તેની દ્રષ્ટિ કરતાં આત્મા જેવો છે તેવો પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ રીત કે બીજો કોઈ ઉપાય નથી. વ્યવહારથી થાય કે પરથી થાય એવું વસ્તુના સ્વરૂપમાં જ નથી. નિર્વિકલ્પ અનુભવથી આત્મા પ્રાપ્ત થાય એવો છે પણ વ્યવહારથી કે વિકલ્પથી પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી.

પ્રશ્નઃ– તો શું વ્રત, તપ આદિ વ્યવહારની ક્રિયા કરીએ તે કાંઈ નહિ?

ઉત્તરઃ– હા, તે કાંઈ નહિ. સમ્યગ્દર્શન વિના એ બધાં થોથેથોથાં છે. જે