Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1375 of 4199

 

૩૧૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ અજ્ઞાન છે કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી. તત્ત્વને જાણનારો-અનુભવનારો વિકલ્પરહિત છે. તે વિકલ્પનો જાણનારમાત્ર છે. તેને નિરંતર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ અનુભવાય છે. આવી વાત છે.

* * *
* કળશ ૮૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘वाच्यः’ જીવ વાચ્ય (અર્થાત્ વચનથી કહી શકાય એવો) છે ‘एकस्य’ એવો એક

નયનો પક્ષ છે. જીવ વાચ્ય છે એવો વ્યવહારનયનો પક્ષ છે. ૪૭ નયમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-એમ ચાર નયનું કથન આવે છે. તેમાં વચનથી કહી શકાય એવો એક જીવમાં ધર્મ છે તેને નામનય કહેલ છે. જીવ વક્તવ્ય છે એટલે કે વચનથી કહી શકાય છે. અહા! કયાં ભગવાન આત્મા અને કયાં વાણી? વાણી જડની પર્યાય છે અને આત્મા એનાથી ભિન્ન ચૈતન્યમય વસ્તુ છે. અહીં કહે છે-જીવ વાચ્ય એટલે વચનગોચર છે અર્થાત્ વચનથી કહી શકાય છે. આવો એક વ્યવહારનયનો પક્ષ છે. જેમ ભગવાન આત્મામાં સ્વપરને જાણવાનું સામર્થ્ય છે તેમ વાણીમાં સ્વપરને કહેવાનું સામર્થ્ય છે. હવે કહે છે-

‘न तथा’ જીવ વાચ્ય (-વચનગોચર) નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે.

જીવ વચનગોચર નથી એવો જે વિકલ્પ થાય તે નિશ્ચયનયનો પક્ષ છે. શ્રીમદ્માં આવે છે ને કે-

‘‘જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શકયા નહિ તે પણ શ્રી ભગવાન જો.’’

જીવ વચનગોચર નથી, અનુભવગોચર છે એ તો સત્ય જ છે, પણ એવો જે વિકલ્પ ઊઠે છે તે વિકલ્પગોચર પણ જીવ નથી. તેથી આવો નિશ્ચયનયના પક્ષનો વિકલ્પ પણ અહીં નિષેધ્યો છે.

‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. આ બંને પક્ષ વિકલ્પ છે અને વસ્તુ નિર્વિકલ્પ છે. બંને નયોના પક્ષપાત રહિત તત્ત્વ ચિત્સ્વરૂપ છે. તેને તેવું જ અનુભવવું તે ધર્મ છે. એ જ કહે છે-

‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાત રહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરતંર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.

* * *