Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1376 of 4199

 

સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૧પ

* કળશ ૮પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘नाना’ જીવ નાનારૂપ છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. જીવ અનેક ગુણ-

પર્યાયની અપેક્ષાએ નાનારૂપ એટલે અનેકરૂપ છે એવો વ્યવહારનયનો પક્ષ છે.

‘न तथा’ જીવ નાનારૂપ નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. એકવસ્તુપણાની

દ્રષ્ટિએ જીવ અનેકરૂપ નથી અર્થાત્ એક છે એવો નિશ્ચયનયનો પક્ષ છે.

‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે

પક્ષપાત છે. બંને પક્ષ છે તે વિકલ્પ છે. હું અનેક છું, અનેક નથી, એક છું-એવા વિકલ્પમાં રોકવું તે સહજ અવસ્થાને વિઘ્નકર્તા છે. અહો! દિગંબર સંતોએ જંગલમાં રહીને અમૃતના સાગર ઊછાળ્‌યા છે!

જ્ઞાનસ્વરૂપ આત્મા ચૈતન્યચમત્કારરૂપ વસ્તુ છે. તેમાં નયપક્ષના વિકલ્પ નથી. બંને નયોના પક્ષપાતને છોડી જે તત્ત્વવેદી છે તે પોતાના ચૈતન્યચમત્કારરૂપ ઘરમાં પ્રવેશી જાય છે. વિકલ્પરૂપી આંગણાને છોડી દઈને ધર્મી જીવ શુદ્ધ ચૈતન્મય ઘરમાં જ નિરતંર રહે છે. એ જ કહે છે-

‘यः तत्त्ववेदी च्युतपक्षपातः’ જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે ‘तस्य’ તેને ‘नित्यं’ નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. ધર્મી જીવ નિરંતર ચૈતન્યના સ્વાદને જ વેદે છે.

* * *
* કળશ ૮૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘चेत्यः’ જીવ ચેત્ય (-ચેતાવા યોગ્ય) છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. આત્મા ચેતાવા અર્થાત્ જણાવા યોગ્ય છે એવો નિશ્ચય નયનો પક્ષ છે. આત્મા ચેતાવા યોગ્ય છે એ વાત તો બરાબર છે, કેમકે જગતની ચીજોથી તે ભિન્ન છે. વિકલ્પ સહિત આખું જે જગત્ તેનાથી ભગવાન જગદીશ્વર ભિન્ન છે માટે તે ચેતાવા યોગ્ય છે. પરંતુ હું ચેત્ય કહેતાં ચેતાવા યોગ્ય છું એવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે. હું ચેત્ય છું એવા વિકલ્પથી ભગવાન ‘ચેત્ય’ ભિન્ન છે, તે વિકલ્પ સાથે એકમેક નથી. ભાઈ! પરનો કર્તા અને ભોક્તા છે એ વાત તો કય ાંય રહી, અહીં કહે છે હું ચેત્ય છું એવા વિકલ્પથી પણ ચેત્ય જે વસ્તુ છે તે ભિન્ન છે ભગવાન! તે ‘ચેત્ય’ ના વિકલ્પને છોડી જે ‘ચેત્ય’ છે તેને ચેત, તેને વેદ. આવી વાત છે. અહાહા...! ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા ચેત્ય એટલે ચેતાવા યોગ્ય છે એવો જે વિકલ્પ છે તે નયપક્ષ છે, દુઃખદાયક છે.

‘न तथा’ જીવ ચેત્ય નથી ‘परस्य’ એવો બીજો નયનો પક્ષ છે. જીવ ચેતાવા યોગ્ય નથી એવો વ્યવહારનયનો પક્ષ છે. આવો એક વ્યવહારનયનો પક્ષ છે. મન અને ઇન્દ્રિયોથી જીવ જણાવા યોગ્ય નથી એનો તો નિષેધ પ્રથમથી કરતા આવ્યા છીએ. હવે કહે છે-