૩૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
પક્ષપાત છે. અહાહા...! વિશ્વથી વિશ્વેશ્વર પ્રભુ આત્મા જુદો છે. એક બાજુ આખું લોકાલોક છે અને એક બાજુ ‘ચેત્ય’ ભગવાન આત્મા છે. પરંતુ આત્મા ચેત્ય છે, હું ચેત્ય છું એવો જે વિકલ્પ તેને અહીં છોડાવવા માગે છે, કેમકે એવો સૂક્ષ્મ વિકલ્પ પણ આત્માનુભવમાં બાધક છે. જે તત્ત્વવેદી છે તે બન્ને પક્ષથી રહિત થઈને નિજાનંદ-સ્વરૂપ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદને અનુભવે છે. એ જ કહે છે-
નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.
ચેતનાના બે ભાગ-જાણવું અને દેખવું. જીવ ચેતાવા યોગ્ય છે-એમાં જાણવું અને દેખવું એ બન્નેની ભેગી વાત કરી છે. તેને અહીં જુદી પાડીને કહે છે. ભગવાન આત્મા દ્રશિ શક્તિથી દેખાવા યોગ્ય છે. ૪૭ શક્તિઓમાં જેમ ચિતિ એક શક્તિ છે તેમ દ્રશિ એક શક્તિ કહી છે. શક્તિ એટલે સામર્થ્યની વાત છે. જીવ દેખાવા યોગ્ય છે એવો નિશ્ચયનયનો પક્ષ છે. જીવ દેખાવા યોગ્ય છે એ તો સત્ય જ છે, પણ એવો જે વિકલ્પ છે તે છોડવા યોગ્ય છે કેમકે તે વિકલ્પ દર્શનમાં બાધારૂપ છે. પ્રથમ આંગણામાં ઊભો રહીને આવો સમ્યક્ નિર્ણય કરે તેટલું જ પૂરતું નથી, અહીં તો આંગણું છોડી અંદર ઘરમાં પ્રવેશી અનુભવ કરવાની વાત છે. જીવ દેખાવા યોગ્ય છે એવો વિચાર નયપક્ષ છે. હવે કહે છે-
આત્મા અરૂપી છે. તે કેમ દેખાય? તે દેખાવા યોગ્ય નથી એવો વ્યવહારનયનો એક પક્ષ છે. એનો તો આચાર્યદેવ પ્રથમથી નિષેધ કરતા આવ્યા છે.
પક્ષપાત છે. આ નયોના પક્ષપાત છે તે સ્વરૂપના અનુભવમાં વિઘ્ન કરનારા છે. હું દ્રશ્ય છું એવા વિકલ્પને પણ છોડી અંતર્લક્ષ કરતાં દ્રશ્ય પ્રભુ આત્માનો અનુભવ થાય છે. જે તત્ત્વવેદી એટલે તત્ત્વનો જાણનાર છે તે પક્ષપાત છોડીને પોતાને એક ચિત્સ્વરૂપ જ અનુભવે છે. એ જ કહે છે-
નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે.