Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1378 of 4199

 

સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૧૭

ભગવાનની ભક્તિના રાગથી કે વ્રત, તપ આદિના વિકલ્પથી જ્ઞાયક પ્રભુ આત્મા દેખાય એમ નથી. હું દ્રશ્ય છું એવા વિકલ્પથી પણ તે દૂર છે. સર્વ પક્ષપાત મટાડતાં ચૈતન્ય ભગવાન જણાય છે, દેખાય છે અને તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. જેણે વિકલ્પથી પાર થઈને નિજ ચૈતન્યસ્વરૂપ ભગવાન જ્ઞાયકને જાણ્યો અને દેખ્યો, તે સંસારથી મુક્ત જ થઈ ગયો.

ભગવાન ચૈતન્યસ્વરૂપ જ્ઞાનસૂર્ય છે. તેનું ચૈતન્યસ્વરૂપ જ છે. તે દેખાવા યોગ્ય છે અને દેખાવા યોગ્ય નથી એવો વિકલ્પોનો તેમાં અવકાશ નથી. જે તત્ત્વવેદી છે તે પક્ષથી રહિત થઈને જેવો આત્મા છે તેવો નિરંતર અનુભવે છે.

* * *
* કળશ ૮૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘वेद्यः’ જીવ વેદ્ય (-વેદાવા યોગ્ય, જણાવા યોગ્ય) છે ‘एकस्य’ એવો એક નયનો પક્ષ છે. નિશ્ચયનયનો આ પક્ષ છે કે આત્મા વેદાવા યોગ્ય છે. આત્મા વેદ્ય છે એ તો સત્ય છે પણ એવો જે નયપક્ષનો વિકલ્પ છે તેને અહીં છોડાવવા માગે છે, કેમકે વસ્તુમાં આવો પક્ષ કય ાં છે? આવો પક્ષ કરતાં વસ્તુ કયાં વેદાય એમ છે? હવે કહે છે-

‘न तथा’ જીવ વેદ્ય નથી ‘परस्य’ એવો બીજા નયનો પક્ષ છે. વ્યવહારનયનો પક્ષ છે કે જીવ વેદાવા યોગ્ય નથી. આ પક્ષનો તો પહેલેથી જ નિષેધ કરવામાં આવ્યો છે. અહીં તો વેદાવા યોગ્ય છે એવા નિશ્ચયના પક્ષને પણ છોડવાની વાત છે.

‘इति’ આમ ‘चिति’ ચિત્સ્વરૂપ જીવ વિષે ‘द्वयोः’ બે નયોના ‘द्वौ पक्षपातौ’ બે પક્ષપાત છે. હું વેદ્ય છું એવો પક્ષ છે તે રાગ છે, છોડવા યોગ્ય છે.

ભગવાન આત્મા ચૈતન્યપ્રકાશમય મૂર્તિ છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી એવો અરૂપી છે. આઠ વર્ષની બાલિકા પણ અંતર્દ્રષ્ટિ કરીને સમ્યગ્દર્શન પામે છે ત્યારે તે નિર્વિકલ્પ ચૈતન્યસ્વરૂપના આનંદને અનુભવે છે. શરીર ભલે સ્ત્રીનું હોય, એ શરીર આત્મામાં કયાં છે? સ્ત્રીવેદનું કર્મ ભલે અંદર પડયું હોય, તે કર્મ કયાં આત્મામાં છે? અને સ્ત્રી વેદની જે વૃત્તિ ઉઠે તે વૃત્તિ પણ કયાં આત્મામાં છે? અહીં કહે છે કે હું વેદ્ય છું એવો વિકલ્પ પણ આત્મામાં સમાતો નથી. આવા સૂક્ષ્મ વિકલ્પ વડે આત્મા જણાય એવો નથી. ભાઈ! આત્મા જણાવા યોગ્ય છે એ તો સાચું છે, પણ એવો વિકલ્પ છે તેને છોડીને જે વેદ્ય છે તેનું વેદન કર; અન્યથા વેદ્યનું વેદન નહિ થાય. ગંભીર વાત છે, ભાઈ!

લોકો દયા પાળે, વ્રત પાળે, તપ કરે, ઉપવાસ કરે ઇત્યાદિ બધું કરે પણ એ તો બધો શુભરાગ છે. એનાથી રાગરહિત ભગવાન કેમ જણાય? ભાઈ! રાગ ગમે તેટલો સૂક્ષ્મ હો, પણ તેનાથી આત્મઅનુભવ કદીય ન થાય. તેથી તો સર્વ પક્ષપાત