સમયસાર ગાથા-૧૪૨ ] [ ૩૧૯
પક્ષપાત છે. બંને નયપક્ષ છે તે વિકલ્પ છે અને પક્ષ છે ત્યાંસુધી આત્માનો અનુભવ થઈ શકતો નથી તેથી નિશ્ચયનો પક્ષ પણ અહીં છોડાવવામાં આવ્યો છે. નિશ્ચયના આશ્રયને છોડવાની વાત નથી, નિશ્ચયના પક્ષને છોડવાની વાત છે. નિશ્ચયના પક્ષને પણ છોડી નિશ્ચય સ્વરૂપનો જે આશ્રય કરે છે તે તત્ત્વવેદી નિરંતર પોતાના શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપને અનુભવે છે. એ જ કહે છે-
નિરંતર ‘चित्’ ચિત્સ્વરૂપ જીવ ‘खलु चित् एव अस्ति’ ચિત્સ્વરૂપ જ છે. આત્મા જ્ઞાનના પ્રકાશસ્વરૂપ સ્વપરના પ્રકાશના સામર્થ્યવાળું શુદ્ધ ચૈતન્ય તત્ત્વ છે. તેનું અંતરમાં લક્ષ કરીને ધર્મી જીવો તેને જેવો છે તેવો સદાય ચિત્સ્વરૂપે અનુભવે છે.
‘બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અદ્વેષી, કર્તા અકર્તા, ભોક્તા અભોક્તા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્થૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દ્રશ્ય અદ્રશ્ય, વેદ્ય અવેદ્ય, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે.’
આશય એમ છે કે વસ્તુ જે આત્મદ્રવ્ય છે તે બદ્ધ અબદ્ધ આદિ વિકલ્પથી ભિન્ન છે. ચૈતન્યપ્રકાશમય પ્રભુ આત્મા વીતરાગી શીતળસ્વરૂપનો પિંડ જિનચંદ્ર છે. તેમાં બદ્ધ અબદ્ધ વગેરે વિકલ્પ નથી. હું અબદ્ધ છું એવો વિકલ્પ પણ તેના સ્વરૂપમાં નથી. ચૈતન્યઘન પ્રભુ આત્મા વિકલ્પથી તન્મય નથી તો તે વિકલ્પ વડે કેમ પ્રાપ્ત થાય? ન થાય. તેથી જ આચાર્ય કહે છે કે ભાઈ! વ્યવહારનો પક્ષ તો અમે પહેલેથી છોડાવ્યો છે, પણ નિશ્ચયના પક્ષથી પણ તું વિરમી જા, કેમકે નયોના પક્ષથી વિરામ પામી અંતર્દ્રષ્ટિ કરતાં આત્મા પ્રાપ્ત થાય એવો છે.
અહીં બધા વીસ બોલ કહ્યા છે. તેમાં કારણ અકારણનો એક બોલ છે. તે વિશે થોડી વધુ સ્પષ્ટતા કરવામાં આવે છે. આત્મામાં અકારણકાર્ય નામનો એક ગુણ છે. અકારણકાર્યત્વ આત્માનો સ્વભાવ છે. તેથી આત્મા રાગનું કારણ પણ નથી અને રાગનું કાર્ય પણ નથી.
ભગવાન આત્મા એકલા ચૈતન્યપ્રકાશનું પુર છે. તેમાં રાગ કયાં છે? નથી. તો તે રાગનું કારણ કેમ હોય? ન હોય. તે રાગનું કાર્ય પણ કેમ હોય? ન જ હોય. જો તે રાગનું કાર્ય હોય તો સ્વયં રાગમય જ હોય (ચૈતન્યમય ન હોય); અને જો તે રાગનું કારણ બને તો રાગ મટી કદીય વીતરાગ ન થાય. પણ એમ નથી કારણ કે