૩૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ અપાર અનંત-ગુણનો પિંડ પ્રભુ સમયસાર આત્મા છે. મુનિરાજને તેનું સ્વાનુભવમાં પ્રચુર સંવેદન છે. અનુભવ કાળે ‘હું અનુભવું છું’ એવો વિકલ્પ હોતો નથી; માત્ર પરમસ્વરૂપ પરમાત્માનો અનુભવ જ વર્તે છે.
આ લક્ષ્મીનો સ્વામી થાય એ તો જડનો સ્વામી છે; અને ધર્મી સ્વાનુભવજનિત આનંદનો સ્વામી છે. અહા! ધર્મીને નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે ‘હું અનુભવું છું’ એવો વિકલ્પ પણ રહેતો નથી એવી અદ્ભુત અલૌકિક ધર્મીની દશા છે.
[પ્રવચન નં. ૧૯૭-૧૯૮ * દિનાંક ૧૦-૧૦-૭૬ અને ૧૧-૧૦-૭૬]