Pravachan Ratnakar (Gujarati). Gatha: 144.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1404 of 4199

 

ગાથા–૧૪૪

पक्षातिक्रान्त एव समयसार इत्यवतिष्ठते–

सम्मद्दंसणणाणं एसो लहदि त्ति णवरि ववदेसं।
सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो।। १४४ ।।
सम्यग्दर्शनज्ञानमेष लभत इति केवलं व्यपदेशम्।
सर्वनयपक्षरहितो भणितो यः स समयसारः।। १४४ ।।

પક્ષાતિક્રાંત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે-એમ હવે કહે છેઃ-

સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે,
નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે ‘સમયનો સાર’ છે. ૧૪૪.

ગાથાર્થઃ– [यः] જે [सर्वनयपक्षरहितः] સર્વ નયપક્ષોથી રહિત [भणितः] કહેવામાં

આવ્યો છે [सः] તે [समयसारः] સમયસાર છે; [एषः] આને જ (-સમયસારને જ) [केवलं] કેવળ [सम्यग्दर्शनज्ञानम्] સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન [इति] એવી [व्यपदेशम्] સંજ્ઞા (નામ) [लभते] મળે છે. (નામ જુદાં હોવા છતાં વસ્તુ એક જ છે.)

ટીકાઃ– જે ખરેખર સમસ્ત નયપક્ષો વડે ખંડિત નહિ થતો હોવાથી જેનો સમસ્ત

વિકલ્પોનો વ્યાપાર અટકી ગયો છે એવો છે, તે સમયસાર છે; ખરેખર આ એકને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનનું નામ મળે છે. (સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સમયસારથી જુદાં નથી, એક જ છે.)

પ્રથમ, શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે, પર પદાર્થની પ્રસિદ્ધિનાં કારણો જે ઇંદ્રિયદ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન-તત્ત્વને (-મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસંમુખ કર્યું છે એવો, તથા નાના પ્રકારના નયપક્ષોના આલંબનથી થતા અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાન-તત્ત્વને પણ આત્મસંમુખ કરતો, અત્યંત વિકલ્પરહિત થઇને, તત્કાળ નિજ રસથી જ પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત, અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘન, પરમાત્મારૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે