૩૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्।
विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान्
ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किञ्चनैकोऽप्ययम्।। ९३ ।।
दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात्।
विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहरन्
आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत्।। ९४ ।।
દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.
ભાવાર્થઃ– આત્માને પહેલાં આગમજ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇંદ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને, તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તેજ ‘સમ્યગ્દર્શન’ અને ‘સમ્યગ્જ્ઞાન’ એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કાંઇ અનુભવથી જુદાં નથી.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [नयानां पक्षैः विना] નયોના પક્ષો રહિત, [अचलं अविकल्पभावम्] અચળ નિર્વિકલ્પભાવને [आक्रामन्] પામતો [यः समयस्य सारः भाति] જે સમયનો (આત્માનો) સાર પ્રકાશે છે [सः एषः] તે આ સમયસાર (શુદ્ધ આત્મા) - [निभृतैः स्वयम् आस्वाद्यमानः] કે જે નિભૃત (નિશ્ચળ, આત્મલીન) પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે (-આસ્વાદ લેવાય છે, અનુભવાય છે) તે- [विज्ञान–एक–रसः भगवान्] વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો ભગવાન છે, [पुण्यः पुराणः पुमान्] પવિત્ર પુરાણ પુરુષ છે; [ज्ञानं दर्शनम् अपि अयं] જ્ઞાન કહો કે દર્શન કહો તે આ (સમયસાર) જ છે; [अथवा किम्] અથવા વધારે શું કહીએ? [यत् किञ्चन अपि अयम् एकः] જે કાંઈ છે તે આ એક જ છે (-માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે). ૯૩.
આ આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– [तोयवत्] જેમ પાણી પોતાના સમૂહથી ચ્યુત થયું થકું દૂર ગહન વનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી