સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૪પ
न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति।। ९५ ।।
વાળવામાં આવે; પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહમાં આવી મળે; તેવી રીતે [अयं] આ આત્મા [निज–ओधात् च्युतः] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ચ્યુત થયો થકો [भूरि–विकल्प–जाल–गहने दूरं भ्राम्यन्] પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો તેને [दूरात् एव] દૂરથી જ [विवेक–निम्न– गमनात्] વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા [निज–ओधं बलात् नीतः] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો; [तद्–एक–रसिनाम्] કેવળ વિજ્ઞાનઘનના જ રસીલા પુરુષોને [विज्ञान–एक–रसः आत्मा] જે એક વિજ્ઞાનરસવાળો જ અનુભવાય છે એવો તે આત્મા, [आत्मानम् आत्मनि एव आहरन्] આત્માને આત્મામાં જ ખેંચતો થકો (અર્થાત્ જ્ઞાન જ્ઞાનને ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને), [सदा गतातुगतताम् आयाति] સદા વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે.
જગ્યાએ ભમે; પછી કોઇ ઢાળવાળા માર્ગ દ્વારા, જેમ હતું તેમ પોતાના નિવાસસ્થાનમાં આવી મળે; તેવી રીતે આત્મા પણ મિથ્યાત્વના માર્ગે સ્વભાવથી બહાર નીકળી વિકલ્પોના વનમાં ભ્રમણ કરતો થકો કોઇ ભેદજ્ઞાનરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા પોતે જ પોતાને ખેંચતો પોતાના વિજ્ઞાનઘનસ્વભાવમાં આવી મળે છે. ૯૪.
હવે કર્તાકર્મ અધિકારનો ઉપસંહાર કરતાં, કેટલાંક કળશરૂપ કાવ્યો કહે છે; તેમાં પ્રથમ કળશમાં કર્તા અને કર્મનું સંક્ષિપ્ત સ્વરૂપ કહે છેઃ-
શ્લોકાર્થઃ– [विकल्पकः परं कर्ता] વિકલ્પ કરનાર જ કેવળ કર્તા છે અને [विकल्पः केवलम् कर्म] વિકલ્પ જ કેવળ કર્મ છે; (બીજાં કોઈ કર્તા-કર્મ નથી;) [सविकल्पस्य] જે જીવ વિકલ્પસહિત છે તેનું [कर्तृकर्मत्वं] કર્તાકર્મપણું [जातु] કદી [नश्यति न] નાશ પામતું નથી.
ભાવાર્થઃ– જ્યાં સુધી વિકલ્પભાવ છે ત્યાં સુધી કર્તાકર્મભાવ છે; જ્યારે વિકલ્પનો અભાવ થાય ત્યારે કર્તાકર્મભાવનો પણ અભાવ થાય છે. ૯પ.
જે કરે છે તે કરે જ છે, જે જાણે છે તે જાણે જ છે-એમ હવે કહે છેઃ-