૩૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ अत्यन्त–गम्भीरम्] ચિત્શક્તિઓના (-જ્ઞાનના અવિભાગપરિચ્છેદોના) સમૂહના ભારથી અત્યંત ગંભીર [एतत् ज्ञानज्योतिः] આ જ્ઞાનજ્યોતિ [अन्तः] અંતરંગમાં [उच्चैः] ઉગ્રપણે [तथा ज्वलितम्] એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે- [यथा कर्ता कर्ता न भवति] આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો તે હવે કર્તા થતો નથી અને [कर्म कर्म अपि न एव] અજ્ઞાનના નિમિત્તે પુદ્ગલ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી; [यथा ज्ञानं ज्ञानं भवति च] વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે અને [पुद्गलः पुद्गलः अपि] પુદ્ગલ પુદ્ગલરૂપ જ રહે છે.
કર્તા થતું નથી; વળી પુદ્ગલ પુદ્ગલ જ રહે છે, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બન્ને દ્રવ્યના પરિણામને નિમિત્તનૈમિત્તિકભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિને હોય છે. ૯૯.
રંગભૂમિમાં દાખલ થયા હતા. સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે તેણે જ્યારે તેમનાં જુદાં જુદાં લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી પણ બે છે, ત્યારે તેઓ વેશ દૂર કરી રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે કે દેખનાર જ્યાં સુધી ઓળખે નહિ ત્યાં સુધી ચેષ્ટા કર્યા કરે, પરંતુ જ્યારે યથાર્થ ઓળખી લે ત્યારે નિજ રૂપ પ્રગટ કરી ચેષ્ટા કરવી છોડી દે. તેવી રીતે અહીંપણ જાણવું.
તાકરિ બંધન આન તણૂં ફલ લે સુખ દુઃખ ભવાશ્રમવાસો;
જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધ ન હોય ખુલૈ પરપાસો,
આતમમાંહિ સદા સુવિલાસ કરૈ સિવ પાય રહૈ નિતિ થાસો.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં કર્તાકર્મનો પ્રરૂપક બીજો અંક સમાપ્ત થયો.
પક્ષાતિક્રાન્ત જ સમયસાર છે એમ નિયમથી ઠરે છે-એમ હવે કહે છેઃ-
હું અબદ્ધ છું, એક છું, શુદ્ધ છું-એવો જે પક્ષનો રાગ છે એને જે છોડી દે છે તે સમયસાર છે, એનું નામ આત્મા છે એમ નિયમથી ઠરે છે એ વાત હવે ગાથામાં કહે છે.