Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1428 of 4199

 

સમયસાર ગાથા-૧૪૪ ] [ ૩૬૭

ઉત્તરઃ– હા, ‘નિરપેક્ષા નયા મિથ્યાઃ’ એમ જે વાત આવે છે તેનો અર્થ એ છે કે-

વ્યવહાર છે એવું એનું જ્ઞાન ન કરે તો તે મિથ્યાજ્ઞાન છે. પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ એનો અર્થ નથી. નિમિત્ત છે ખરું; નિમિત્ત વસ્તુ જ નથી એમ નથી. ‘ઉપાદાન જિંદાબાદ, નિમિત્ત મુર્દાબાદ’-એમ એકાંત નથી. ભાઈ, નિમિત્ત બીજી બાહ્ય ચીજ છે, પણ તે ઉપાદાનના કાર્યની કર્તા નથી એમ વાત છે. હમણાં કોઈએ લખ્યું છે કે-સોનગઢવાળા નિમિત્તને માનતા નથી માટે નિષેધે છે એમ નથી; નિમિત્તથી (પરમાં) કાર્ય થાય એ વાતનો તેઓ નિષેધ કરે છે-એ બરાબર છે. નિમિત્ત નથી, વ્યવહાર નથી-એમ વાત નથી; નિમિત્ત છે, પણ નિમિત્ત પરના કાર્યનું કર્તા નથી. એ રીતે વ્યવહાર છે, પણ વ્યવહાર નિશ્ચયનું વાસ્તવિક કારણ નથી. આમ યથાર્થ સમજવું જોઈએ.

હવે કહે છે-‘अथवा किम्’ અથવા વધારે શું કહીએ? ‘यत् किञ्चन अपि अयम् एकः’

જે કાંઈ છે તે આ એક જ છે. (માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે.) વિજ્ઞાન-એકરસ ભગવાન આત્મા છે તેને પરમેશ્વર કહો, ભગવાન કહો, વિષ્ણુ કહો, બ્રહ્માનંદ કહો, સહજાનંદ કહો, વીતરાગ કહો, ચારિત્રનિધિ કહો-ગમે તે નામથી કહો; વસ્તુ તો જે કાંઈ છે તે આ એક જ છે.

પ્રવચનસારની ગાથા ૨૦૦ ની ટીકામાં આવે છે કે-‘‘જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ (જ્ઞાયકભાવપણે જ) રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે (અર્થાત્ બીજી રીતે જણાય છે-મનાય છે), તે શુદ્ધાત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્કંપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું.’’

જ્ઞાયકભાવની સાથે અવિનાભાવપણે અનંત ગુણો છે. તે જ્ઞાયકભાવ એક જ્ઞાયકભાવ જ છે. અજ્ઞાનીને તે પ્રસિદ્ધ નથી એટલે બીજી રીતે જણાય છે. અજ્ઞાની તેને બીજી રીતે માને છે. હું રાગ છું, પુણ્ય છું. અલ્પજ્ઞ છું-એમ અજ્ઞાની અનેક પ્રકારે માને છે. પરંતુ વસ્તુ તો જે છે તે જ છે. માત્ર જુદાં જુદાં નામથી તે કહેવાય છે, છતાં વસ્તુ વિજ્ઞાનઘન પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન એક જ છે; અને તે જ ધ્યાનનો, દ્રષ્ટિનો અને સ્વસંવેદનજ્ઞાનનો વિષય છે. અહા! ૧૪૪મી ગાથાના કળશમાં અલૌકિક વાત કરી છે! આવા સમયસારનો નિર્વિકલ્પ અનુભવ થાય તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે.

રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પં. ટોડરમલજી સાહેબે કહ્યું છે-‘‘જૈનમતમાં કહેલાં દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેને માને છે તથા અન્યમતમાં કહેલાં દેવાદિ વા તત્ત્વાદિને માને નહિ તો એવા કેવળ વ્યવહાર સમ્યક્ત્વ વડે તે સમ્યક્ત્વી નામને પામે નહિ, માટે સ્વ-પરભેદવિજ્ઞાનપૂર્વક જે તત્ત્વાર્થશ્રદ્ધાન હોય તે સમ્યક્ત્વ જાણવું.’’

શુદ્ધાત્માનાં દ્રષ્ટિ, જ્ઞાન અને અનુભવ-એનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. ‘વ્યપદેશમ્’ એવો શબ્દ ગાથામાં છે. સમયસારને જ કેવળ સમ્યગ્દર્શન અને