૩૬૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ સમ્યગ્જ્ઞાન એવી સંજ્ઞા મળે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન સમયસારથી કોઈ ભિન્ન ચીજ નથી, સમયસાર જ છે.
આ આત્મા જ્ઞાનથી ચ્યુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે છેઃ-
તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી વાળવામાં આવે; પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહમાં આવી મળે...’
નદીનું પાણી ચાલ્યું આવતું હોય એમાંથી થોડું પાણી વહેળારૂપે બીજે રસ્તે ચઢી જાય એને ગહન વનમાં ભમતું દૂર ચાલ્યું જાય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પાણીના મૂળ સમૂહ તરફ બળથી વાળવામાં આવે પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થકું પ્રવાહરૂપ થઈને પાણીના મૂળ સમૂહમાં ભળી જાય છે. આ દ્રષ્ટાંત છે.
પર્યાયમાં ભૂલ છે તે કઈ રીતે થઈ તે સમજાવે છે. અહીં દ્રષ્ટાંતમાં પણ પાણીને બળથી વાળવામાં આવે તેમ કહ્યું છે. પાણી છૂટું પડીને ગહનવનમાં ચાલ્યું ગયું તેને કોઈ ઢાળવાળા માર્ગ દ્વારા બળથી વાળવામાં આવતાં પ્રવાહરૂપ થઈને પાણીના સમૂહ સાથે ભળી ગયું. આ દ્રષ્ટાંત છે તે સિદ્ધાંત સમજવા માટે છે. દ્રષ્ટાંત વડે સિદ્ધાંત સમજાવે છે-
તેવી રીતે ‘अयं’ આ આત્મા ‘निज–ओघात् च्युतः’ પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ચ્યુત થયો થકો ‘भूरि–विकल्प–जाल–गहने दूरं भ्राम्यन्’ પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો તેને ‘दूरात् एव’ દૂરથી જ ‘विवेक–निम्नगमनात्’ વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા ‘निज–ओघं बलात् नीतः’ પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો;....
આ ભગવાન આત્મા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી અનાદિ કાળથી ચ્યુત થયો છે, ભ્રષ્ટ થયો છે. પોતાનો ત્રિકાળ ધ્રુવ પ્રવાહ પડયો છે, પોતાની આખી વસ્તુ ત્રિકાળ જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરી પડી છે તેનાથી તે પર્યાયમાં ચ્યુત થયો છે. ધ્રુવનો-વિજ્ઞાનઘન વસ્તુનો-એકરૂપ પ્રવાહ તો એમનો એમ છે. એમાંથી તે જરા પર્યાયમાં અનાદિથી ભ્રષ્ટ થયો છે. તેને, કહે છે-દૂરથી જ એટલે કે એકદમ પુરુષાર્થથી વિવેકરૂપી ગંભીર માર્ગ દ્વારા પોતાના વિજ્ઞાનઘનસ્વભાવ તરફ બળથી વાળવામાં આવ્યો.