સમયસાર ગાથા-૧૪પ ] [ ૭
અહાહા...! શું કહે છે? સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જીવ પુણ્યના ગમે તેવાં ઊંચાં ફળોને પણ કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે. પોતાની ચૈતન્યનિધિનું ભાન નથી તેથી લોકોને આકરું લાગે છે, પણ શું થાય? અહીં તો કહે છે બેય કર્મ (પુણ્ય અને પાપ) સમાન એક જ છે એમ સમ્યગ્દ્રષ્ટિનું જ્ઞાન યથાર્થપણે જાણી લે છે. હવે-
તે જ્ઞાનના મહિમાનું કાવ્ય આ અધિકારની શરૂઆતમાં ટીકાકાર આચાર્ય કહે છેઃ-
અશુભના ભેદને લીધે ‘द्वितयतां गतम् तत् कर्म’ બેપણાને પામેલા તે કર્મને ‘ऐक्यम् उपानयन्’ એકરૂપ કરતો-
શું કહે છે આ? જે ભાવ વડે તીર્થંકર-નામકર્મ બંધાય એવો શુભભાવ હો કે હિંસાદિનો અશુભભાવ હો, બન્ને ભાવ બંધનરૂપ છે એમ જાણતો જ્ઞાની બન્નેને એકરૂપ માને છે.
શુભ અને અશુભના ભેદને લીધે બેપણાને પામેલા કર્મને પ્રમાણે એકરૂપ કરતે, ‘ग्लपित–निर्भर–मोहरजा’ જેણે અત્યંત મોહરજને દૂર કરી છે-અહીં મોહરજ શબ્દ પડયો છે એનો અર્થ મોહનો ભાવ, મિથ્યાત્વનો ભાવ-એમ થાય છે. જેણે મિથ્યાત્વનો ભાવ દૂર કર્યો છે એમ અર્થ છે. ગાથા ૧૬૦ માં ‘રજ’ શબ્દનો અર્થ કર્યો છે. ત્યાં ગાથામાં એમ આવે છે કે ભગવાન આત્મા સ્વરૂપથી તો સર્વજ્ઞ અને સર્વદર્શી જ છે. અહાહા...! સર્વજ્ઞતા અને સર્વદર્શિતા એ આત્માનો સહજ ભાવ છે, ગુણ છે, શક્તિ છે, સામર્થ્ય છે, સ્વભાવ છે. એમ હોવા છતાં આત્મદ્રવ્ય ‘કર્મરજ’ વડે એટલે કે ‘પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું હોવાથી જ........’ આમ ‘રજ’ શબ્દનો અર્થ ત્યાં પોતાના પુરુષાર્થનો અપરાધરૂપ (મલિન) ભાવ કર્યો છે.
અજ્ઞાની જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી અજ્ઞાનપણાને ઉત્પન્ન કરી પુણ્ય અને પાપ બેમાં ભેદ માને છે. પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ તે માને છે પણ એ રીતે બન્નેમાં ભેદ પાડવો યોગ્ય નથી; કેમકે કોઈ જીવ નગ્ન દિગંબર (દ્રવ્યલિંગી) સાધુ થઈને પુણ્યના ફળ તરીકે નવમી ગ્રૈવેયક જાય અને ત્યાં પણ મિથ્યાદ્રષ્ટિ રહે છે (અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ રહી ચારગતિમાં પરિભ્રમણ કરે છે.) અને કોઈ જીવ પાપના ફળમાં સાતમી નરકે જાય અને ત્યાં સમકિત પામે છે. (અર્થાત્ સમકિત પામીને