૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ કષાયનું સેવન કરતો હોય, જ્યારે બીજો રાજપાટ છોડીને નગ્ન થઈને ત્યાગી થઈ બેઠો હોય. આ પ્રમાણે બહારની પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી અંદરમાં કાંઈક ફેર હશે એમ અજ્ઞાની ભ્રમથી માને છે. પરંતુ બાપુ! જ્યાં અંતર્દ્રષ્ટિ થઈ નથી, દ્રષ્ટિમાં ચૈતન્યનાં નિધાન આવ્યાં નથી, આનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી પ્રભુ નજરમાં આવ્યો નથી ત્યાં કાંઈ ફેર પડયો નથી. શુભાશુભ બન્ને ભાવ તો એકલા બંધના જ કારણરૂપ છે. સારું અને ખરાબ-એમ તેઓ દેખાય છે પણ એ તો ભ્રમ છે. શુભાશુભ પ્રવૃત્તિના ભેદે તેઓ ઠીક-અઠીક જણાય છે પણ વાસ્તવમાં બેય બંધરૂપ છે, બેય સંસાર છે, તેમાં મુક્તિનું કારણ તો એકેય નથી.
સમયસાર નાટક, મોક્ષદ્વારના ૪૦ મા છંદમાં તો ત્યાંસુધી કહ્યું છે કે સાચા ભાવલિંગી મુનિવરને જેને પ્રચુર સ્વસંવેદન સહિત પર્યાયમાં આનંદની છોળો ઉડે છે તેને પણ છઠ્ઠા ગુણસ્થાને પ્રમત્તદશામાં જે પંચમહાવ્રતાદિનો વિકલ્પ ઊઠે છે તે જગપંથ છે.
સાચા મુનિને પણ જે વિકલ્પ છે એટલો સંસાર છે અને સાતમે ગુણસ્થાને અપ્રમત્તદશામાં અંતર આનંદમાં રમે છે તે શિવમાર્ગ છે.
હવે આવી વાત છે ત્યાં કોઈ એકલાં બાહ્ય વ્રત, તપ કરે અને ધર્મ માને એ તો મિથ્યાદર્શન છે, ભાઈ! વળી જેની એવી પ્રરૂપણા છે કે વ્રત કરો, તપ કરો-એથી ધર્મ છે એ તો જૈન સાધુ જ નથી. ભાઈ! આ તો જે સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે કહ્યું તે જ કુંદકુંદાચાર્યે સમયસારમાં કહ્યું છે, અને તે જ અમૃતચંદ્રાચાર્યે ટીકામાં કહ્યું અને બનારસીદાસે પણ એ જ સમયસાર નાટકમાં કહ્યું છે.
એ જ વાત અહીં જયચંદજી કહે છે કે-પુણ્ય સારું અને પાપ ખરાબ એમ ભ્રમને લીધે દેખાય છે, પણ પરમાર્થદ્રષ્ટિ તો તેમને એકરૂપ જ, બંધરૂપ જ, ખરાબ જ જાણે છે.
સમયસાર કળશટીકા, કળશ ૧૦૮ માં રાજમલજી કહે છે કે-‘‘અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ ને આચરણરૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી તેમ વર્જવા યોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવા યોગ્ય છે, કારણ કે વ્યવહાર ચારિત્ર હોતું થકું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષય-કષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.’’ જેમ વિષય-કષાયનો નિષેધ છે તેમ શુભક્રિયારૂપ ચારિત્રનો પણ નિષેધ જ છે. જ્ઞાન અને આનંદનું નિધાન ભગવાન આત્મા પોતાની અંતર્મુખ જ્ઞાનની પરિણતિથી સ્વસંવેદનજ્ઞાન દ્વારા વેદનમાં પ્રત્યક્ષ જણાય તેમ છે. પણ આત્મવસ્તુ કાંઈ