સમયસાર ગાથા-૧૪૭ ] [ ૪૭ અને ‘ઓમ્’ જે પરમાત્મસ્વરૂપ છે તે એનું વાચ્ય છે. બનારસી વિલાસમાં (જ્ઞાન બાવનીમાં) આવે છે કે-
ઓંકારના બે અર્થ લીધાઃ એક તો શુદ્ધ આત્મસ્વરૂપ ચિદાનંદમય વસ્તુનું સ્વરૂપ તે ભાવ ઓંકાર છે અને બીજો ઓમ્-ઓમ્-ઓમ્ એવો જે અશુદ્ધ વિકલ્પ તે જડસ્વરૂપ છે. અહાહા...! ‘ઉઠયો રાય ચિદાનંદ’ એટલે કે આનંદરસનો જે સ્વાદ આવ્યો તે ભાવ ઓંકારરૂપ છે. અને ભગવાનના ગુણના સ્તવનનો વિકલ્પ કે હું શુદ્ધ ચિદાનંદમય અનંતગુણસ્વરૂપ આત્મા છું, શુદ્ધ છું, અબંધ છું એવો વસ્તુસ્વરૂપનો વિકલ્પ તે શુભરાગ છે. એવો વિકલ્પ દુઃખરૂપ છે, જડસ્વરૂપ છે, કુશીલ છે, બંધનું કારણ છે એમ અહીં કહે છે. આકરું લાગે પણ વસ્તુસ્વરૂપ જ આવું છે, ભાઈ! કર્તાકર્મ અધિકારમાં આવી ગયું કે-હું બદ્ધ છું, રાગી છું ઇત્યાદિ વ્યવહારનયનો પક્ષ તો પહેલેથી જ છોડાવતા આવ્યા છીએ, પણ તે ઉપરાંત હું અબંધ છું, અરાગી છું એવો શુદ્ધ આત્મસ્વરૂપનો વિકલ્પ પણ રાગ હોવાથી દુઃખરૂપ જ છે, છોડવા યોગ્ય જ છે.
પ્રશ્નઃ– ઘણે ઠેકાણે (પંચાસ્તિકાય આદિમાં) ભિન્ન સાધ્ય-સાધન કહ્યું છે ને?
ઉત્તરઃ– હા, વ્યવહારથી કહ્યું છે. પણ ત્યાં સાધ્ય જે નિશ્ચય તેનું સાધન ભિન્ન જે રાગ તે ખરેખર સાધન છે એમ અર્થ નથી. વાસ્તવિક સાધન તો રાગથી ભિન્ન અંદર આત્માના સ્વાદનો જે અનુભવ થાય તે એક જ છે, અને એ ભૂમિકામાં જે વિકલ્પ-રાગ છે એને વ્યવહારથી સાધનનો આરોપ આપ્યો છે.
અત્યારે કેટલાક પંડિતોએ મોટો વિવાદ ઊભો કર્યો છે કે-આ સોનગઢનું એકાન્ત છે- એકાન્ત છે કેમકે તેઓ મહાવ્રતાદિ, ભગવાનનું સ્મરણ, ભક્તિ ઇત્યાદિ જે શુભ વિકલ્પની જાત છે એનાથી આત્માનો લાભ થાય એમ કહેતા નથી. પરંતુ ભાઈ! ‘ચિદાનંદ ભૂપાલકી રાજધાની’-ચિદાનંદસ્વરૂપ આત્મરાજાની રાજધાની કહેતાં સ્વભાવ તો એક જ્ઞાન અને આનંદ છે. અહાહા...! એનો અનુભવ કરતાં જે આનંદરસનો સ્વાદ આવે તે સુશીલ છે અને તે સિવાય બીજું બધું (શુભરાગ પણ) કુશીલ છે. આવી વાત છે. (માટે એનાથી આત્માને લાભ કેવી રીતે થાય?)
અહીં કહે છે કે જેમ હાથણી બહારમાં મનોરમ હોય કે અમનોરમ, બેય હાથણીરૂપી કૂટણી હાથીને ખાડામાં (બંધનમાં) નાખવા લઈ જવાવાળી હોવાથી કુશીલ છે, ખરાબ છે. તેમ શુભ કે અશુભ બેય પરિણામ કૂટણીની માફક જીવને