अथोभयं कर्म बन्धहेतुं प्रतिषेध्यं चागमेन साधयति–
एसो जिणोवदेसो तम्हा कम्मेसु मा रज्ज।। १५०।।
एषो जिनोपदेशः तस्मात् कर्मसु मा रज्यस्व।। १५०।।
बन्धसाधनमुशन्त्यविशेषात्।
तेन सर्वमपि तत्प्रतिषिद्धं
ज्ञानमेव विहितं शिवहेतुः।। १०३।।
હવે, બન્ને કર્મો બંધનાં કારણ છે અને નિષેધવાયોગ્ય છે એમ આગમથી સિદ્ધ કરે છેઃ-
–એ જિન તણો ઉપદેશ તેથી ન રાચ તું કર્મો વિષે. ૧પ૦.
ગાથાર્થઃ– [रक्तः जीवः] રાગી જીવ [कर्म] કર્મ [बध्नाति] બાંધે છે અને [विरागसम्प्राप्तः] વૈરાગ્યને પામેલો જીવ [मुच्यते] કર્મથી છૂટે છે- [एषः] આ [जिनोपदेशः] જિનભગવાનનો ઉપદેશ છે; [तस्मात्] માટે (હે ભવ્ય જીવ!) તું [कर्मसु] કર્મોમાં [मा रज्यस्व] પ્રીતિ-રાગ ન કર.
ટીકાઃ– ‘‘રક્ત અર્થાત્ રાગી અવશ્ય કર્મ બાંધે અને વિરક્ત અર્થાત્ વિરાગી જ કર્મથી છૂટે’’ એવું જે આ આગમવચન છે તે, સામાન્યપણે રાગીપણાના નિમિત્તપણાને લીધે શુભ અને અશુભ બન્ને કર્મને અવિશેષપણે બંધનાં કારણ તરીકે સિદ્ધ કરે છે અને તેથી બન્ને કર્મને નિષેધે છે.
આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [यद्] કારણ કે [सर्वविदः] સર્વજ્ઞદેવો [सर्वम् अपि कर्म] સમસ્ત (શુભ તેમ જ અશુભ) કર્મને [अविशेषात्] અવિશેષપણે [बन्धसाधनम्] બંધનું