Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1524 of 4199

 

સમયસાર ગાથા-૧પ૦ ] [ ૬૩

(शिखरिणी)
निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल
प्रवृत्ते नैष्कर्म्ये न खलु मुनयः सन्त्यशरणाः।
तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं
स्वयं विन्दन्त्येते परमममृतं तत्र निरताः।। १०४ ।।

સાધન (કારણ) [उशन्ति] કહે છે [तेन] તેથી (એમ સિદ્ધ થયું કે સર્વજ્ઞદેવોએ) [सर्वम् अपि तत् प्रतिषिद्धं] સમસ્ત કર્મને નિષેધ્યું છે અને [ज्ञानम् एव शिवहेतुः विहितं] જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ૧૦૩.

જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું તે હવેના કળશમાં કહે છેઃ-

શ્લોકાર્થઃ– [सुकृतदुरिते सर्वस्मिन् कर्माणि किल निषिद्धे] શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ-એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં અને [नैष्कर्म्ये प्रवृत्ते] એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, [मुनयः खलु अशरणाः न सन्ति] મુનિઓ કાંઈ અશરણ નથી; [तदा] (કારણ કે) જ્યારે નિષ્કર્મ અવસ્થા (નિવૃત્તિઅવસ્થા) પ્રવર્તે છે ત્યારે [ज्ञाने प्रतिचरितम् ज्ञानं हि] જ્ઞાનમાં આચરણ કરતું-રમણ કરતું-પરિણમતું જ્ઞાન જ [एषां] તે મુનિઓને [शरणं] શરણ છે; [एते] તેઓ [तत्र निरताः] તે જ્ઞાનમાં લીન થયા થકા [परमम् अमृतं] પરમ અમૃતને [स्वयं] પોતે [विन्दन्ति] અનુભવે છે-આસ્વાદે છે.

ભાવાર્થઃ– ‘સુકૃત કે દુષ્કૃત-બન્નેનો નિષેધ કરવામાં આવ્યો છે તો પછી મુનિઓને કંઈ પણ કરવાનું નહિ રહેવાથી તેઓ મુનિપણું શાના આશ્રયે, શા આલંબન વડે પાળી શકે?’- એમ કોઈને શંકા થાય તો તેનું સમાધાન આચાર્યદેવે કર્યું છે કેઃ-સર્વ કર્મનો ત્યાગ થયે જ્ઞાનનું મહા શરણ છે. તે જ્ઞાનમાં લીન થતાં સર્વ આકુળતા રહિત પરમાનંદનો ભોગવટો હોય છે-જેનો સ્વાદ જ્ઞાની જ જાણે છે. અજ્ઞાની કષાયી જીવ કર્મને જ સર્વસ્વ જાણી તેમાં લીન થઈ રહ્યો છે, જ્ઞાનાનંદનો સ્વાદ નથી જાણતો. ૧૦૪.

* * *

સમયસાર ગાથા ૧પ૦ઃ મથાળું

હવે બન્ને કર્મો બંધનાં કારણ છે અને નિષેધવાયોગ્ય છે એમ આગમથી સિદ્ધ કરે છેઃ-