Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1526 of 4199

 

સમયસાર ગાથા-૧પ૦ ] [ ૬પ રચાયાં છે. તેથી જિનોપદેશનો અર્થ આગમવચન કર્યો છે. તે આગમવચન શું છે? કે રાગમાં એકતાવાળો રાગી જીવ અવશ્ય કર્મ બાંધે છે અને જેને રાગની એકતા તૂટી ગઈ છે તે વિરાગી જીવ જ કર્મથી મુક્ત થાય છે. આ દ્રષ્ટિ અપેક્ષાએ કથન છે. બાકી જ્ઞાની વિરાગી હોવા છતાં દશમા ગુણસ્થાન સુધી તેને જેટલે અંશે રાગ છે એટલા અંશે બંધન છે. અહીં દ્રષ્ટિને પ્રધાન કરીને રાગની રુચિ જેને નાશ પામી છે એવા જ્ઞાનીને વર્તમાનમાં કિંચિત્ પુણ્ય-પાપના ભાવ હોવા છતાં વિરાગી કહ્યો છે.

વિરાગી જ કર્મથી છૂટે છે ત્યાં ‘વિરાગી’ નો એવો અર્થ નથી કે કોઈ બહારથી વસ્ત્રાદિ બધું છોડી દે, સાધુ થાય અને પંચમહાવ્રત પાળે માટે તે વિરાગી છે. પરંતુ જેને અંતરમાં રાગની રુચિ છૂટતાં વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના આનંદની સ્વાનુભવદશા પ્રગટ થાય તે વિરાગી છે. પુણ્ય-પાપના બન્ને ભાવથી જે વૈરાગ્ય પામે તે વિરાગી છે અને તે જ કર્મથી છૂટે છે. પરંતુ કોઈ પાપના પરિણામથી તો વૈરાગ પામે પણ પુણ્યપરિણામના પ્રેમમાં રહે તો તે વિરાગી નથી પણ રાગી છે અને તે કર્મથી અવશ્ય બંધાય છે એવું આગમવચન છે અર્થાત્ એવું ભગવાનના ઉપદેશમાં આવ્યું છે.

કેટલાક કહે છે-જેઓ એકલા અશુભ રાગમાં રચ્યાપચ્યા રહે છે તેમને શુભરાગ કરવાનું કહો તો?

તેને કહીએ છીએ કે-ભાઈ! શુભરાગ એ કયાં નવી ચીજ છે? અનાદિથી તે શુભાશુભભાવ તો કરતો જ આવ્યો છે. એ નિગોદમાં હતો ત્યારે પણ શુભાશુભભાવના પરિણામ વારાફરતી કરતો જ હતો. અરે! આજે નિગોદમાં એવા જીવો અનંત છે જે કદીય ત્રસપણું નહિ પામે; તેમને પણ શુભભાવ થાય છે. ઘડીકમાં અશુભ અને ઘડીકમાં શુભ એમ પરિણામની ધારા ત્યાં નિરંતર ચાલે છે. ત્યાં દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિ કાંઈ છે નહિ પણ શુભ અને અશુભ ભાવો તો ત્યાં થયા જ કરે છે. ભાઈ! શુભભાવ એ કાંઈ અપૂર્વ ચીજ નથી. આત્મભાન વિના તું નવમી ગ્રૈવેયક જાય એવા શુકલ લેશ્યાના શુભભાવના પરિણામ તને અનંતવાર થયા છે. પણ તેથી શું?

ત્યારે તેઓ કહે છે કે-એ શુભભાવથી પુણ્ય બંધાયું અને તેથી તે મનુષ્ય થયો અને તેને ધર્મ સાંભળવા મળ્‌યો; આ લાભ તો થયો ને?

બાપુ! એવું તો અનંતવાર સાંભળ્‌યું, પણ રાગનો પ્રેમ છૂટયા વગર તારું સાંભળેલું બધું જ નિરર્થક ગયું; કેમકે શાસ્ત્રનું તાત્પર્ય તો વીતરાગતા છે. શાસ્ત્ર સાંભળીને પણ તને રાગની રુચિ ન છૂટી અને સ્વભાવની દ્રષ્ટિ ન થઈ તેથી તું શાસ્ત્રનું તાત્પર્ય પામ્યો જ નહિ. ચાહે પ્રથમાનુયોગ હો કે કરણાનુયોગ હો, ચરણાનુયોગ હો