Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1533 of 4199

 

૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એમ કે આ જ વિધિ છે અને આ જ માર્ગ કહ્યો છે. અહાહા...! આચાર્યના શબ્દને-કથનને યથાર્થ સમજે તો ન્યાલ થઈ જાય એવી વાત છે.

મોટાં લાંબા લાંબા પુસ્તકો-શાસ્ત્રોની વાત કરે પણ પરમાર્થ પ્રગટ ન કરે તો તેથી શું? જેનાથી જન્મ-મરણ ન મટે એ ચીજ ગમે તેટલી બહારથી ઊંચી જણાય તોપણ તેની કાંઈ કિંમત નથી. છહઢાલામાં આવે છે ને કે-

‘મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો.’

ભાઈ! નવમી ગ્રૈવેયક જાય એવા શુકલલેશ્યાના શુભભાવ એ પણ કલેશ જ છે. ભગવાને એને બંધનું જ કારણ કહ્યું છે. (વિચાર તો ખરો કે મોક્ષ માટે શું અનંતવાર મુનિવ્રત ધારણ કરવાં પડતાં હશે?) અંદર ભગવાન આત્મા શિવપુરીનો રાજા ચૈતન્યદેવ પ્રભુ ‘રાજતે’ એટલે અનંતગુણની સમૃદ્ધિ વડે શોભી રહ્યો છે. જે પોતાના ચૈતન્યમય સ્વરૂપમાં એકાગ્ર થઈને ‘રાજતે’ એટલે શોભે છે તે રાજા છે, ભૂપ છે.

પોતાના જ્ઞાન અને આનંદ સ્વરૂપમાં એકાગ્ર થવું એ જ્ઞાનચેતના છે, અર્થાત્ જે શક્તિરૂપે જ્ઞાન ત્રિકાળ છે તેને પર્યાયમાં પ્રગટ કરવું એનું નામ જ્ઞાનચેતના છે અને એને જ ભગવાને મોક્ષનું સાધન કહ્યું છે.

કળશ ૧૦૪ઃ મથાળું

‘જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું?’ ભગવાન! શુભાશુભભાવ બંધનું કારણ છે, શુભભાવ પણ બંધનું કારણ છે, ધર્મ નથી એમ કહીને આપે તેનો નિષેધ કર્યો તો હવે મુનિઓએ પાળવું શું? પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ઇત્યાદિ વ્યવહારનો આપે બંધનાં કારણ કહીને નિષેધ કર્યો; તો પછી મુનિઓએ પાળવું શું? આલંબન-આશ્રય કોનો કરવો? મુનિઓ જેનો આશ્રય કરે છે તેનો તો આપે નિષેધ કર્યો તો એ મુનિવરોને શરણ શું રહ્યું? શિષ્યના આ પ્રશ્ન પ્રતિ સમાધાન કરતો આચાર્યદેવ કળશ કહે છેઃ-

* કળશ ૧૦૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘सुकृतदुरिते सर्वस्मिन् कर्मणि किल निषिद्धे’ શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ-એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં ‘नैष्कर्म्ये प्रवृत्ते’ એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, ‘मुनयः खलु अशरणाः न सन्ति’ મુનિઓ કાંઈ અશરણ નથી.

જુઓ, શું કહે છે? મુનિવરો શુભાશુભરૂપ સમસ્ત કર્મનો નિષેધ કરીને નિષ્કર્મ અવસ્થામાં પ્રવૃત્ત થાય છે. એટલે શું? એટલે કે તેઓ રાગના કર્મ નામ કાર્ય