૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મરચાના જીવ મરચામાં ઘર બનાવીને મરચામાં રહે છે (મરચામાં જેમ બાચકાં થઈ જાય છે), તેમ અજ્ઞાની કષાયી જીવ કષાયમાં ઘર બનાવીને કષાયમાં રહે છે. એને આત્મા પોતાનું જ્ઞાનાનંદસ્વરૂપ ઘર છે એવી કયાં ખબર છે? એ તો પુણ્ય-ક્રિયાઓમાં (-ક્રિયાકાંડમાં) પોતાનું સર્વસ્વ માની એમાં જ લીન રહે છે તેથી તે જ્ઞાનાનંદનો સ્વાદ જાણતો નથી.
[પ્રવચન નં. ૨૧૨ શેષ થી ૨૧૪ ચાલુ * દિનાંક ૨પ-૧૦-૭૬ થી ૨૭-૧૦-૭૬]