સમયસાર ગાથા-૧પપ ] [ ૧૧૯
અહીં કહે છે કે-જીવાદિ પદાર્થોના (નવ પદાર્થોના) શ્રદ્ધાનસ્વભાવે એટલે કે જેવો અંદર પોતાનો શ્રદ્ધાસ્વભાવ છે તેવા શ્રદ્ધાનસ્વભાવે પર્યાયમાં આત્માનું થવું તે સમ્યગ્દર્શન છે. અહાહા...! આત્મા પોતે સદાય વીતરાગસ્વરૂપ જ છે અને એના શ્રદ્ધાનરૂપ જે દશા થાય તે પણ વીતરાગી પર્યાય છે.
હવે કહે છે-‘જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે જ્ઞાન છે.’
જુઓ, આ શાસ્ત્રનું જે જ્ઞાન છે તે જ્ઞાન-એમ નહિ. એ તો પરલક્ષી જ્ઞાન છે. અહીં તો આત્માના જ્ઞાનનું અંતરમાં સ્વસંવેદનરૂપે, સ્વના પ્રત્યક્ષ જ્ઞાનપણે થવું તેને જ્ઞાન કહે છે. કોઈને શાસ્ત્રોનું ઝાઝું ભણતર હોય એટલે એને જ્ઞાન છે એમ વાત નથી. આ તો સદા જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા પોતાના સ્વરૂપના જ્ઞાનરૂપે થઈ પરિણમે એને જ્ઞાન કહે છે અને એ વીતરાગી પર્યાય છે. ભાઈ! ત્રિલોકીનાથ વીતરાગ સર્વજ્ઞદેવે ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે ધર્મસભામાં જે પ્રરૂપ્યો છે તે આ માર્ગ છે. બાકી બીજા બધા કલ્પિત માર્ગ છે.
જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થવું-પરિણમવું અર્થાત્ જ્ઞાનની પર્યાયનું એક જ્ઞાયકના લક્ષે જ્ઞાનરૂપે પરિણમવું એને સમ્યગ્જ્ઞાન કહે છે. એમાં પુણ્ય-પાપની ભગવાન જ્ઞાયકમાં નાસ્તિ છે એવું જ્ઞાન ભેગું આવી જાય છે. અહાહા...! જેમાં પુણ્ય-પાપની નાસ્તિ છે એવા જ્ઞાયકને જાણનારું જ્ઞાયકના લક્ષે પરિણમનારું જ્ઞાન પણ પુણ્ય-પાપના ભાવથી રહિત છે. ભાઈ! આ સમ્યગ્જ્ઞાનની જે પર્યાય છે તે વીતરાગી પર્યાય છે. ગાથા ૧૭-૧૮ માં આવી ગયું ને કે-જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આત્મા જ જણાય છે, પણ અજ્ઞાનીનું જ્ઞાયક ઉપર લક્ષ-દ્રષ્ટિ નથી તેથી તેનું જ્ઞાન મિથ્યા છે અને જ્ઞાનીનું લક્ષ-દ્રષ્ટિ જ્ઞાયક ઉપર છે તેથી તેનું જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે. જ્ઞાનસ્વભાવના લક્ષે પરિણમતું જ્ઞાન તે જ્ઞાન છે.
હવે આવી વાત; નવા નવા સાંભળવા આવ્યા હોય તેને તો એમ લાગે કે આ શું કહે છે? શું જૈનમાર્ગ આવો હશે? એમ કે ચોવિયાર કરવો, કંદમૂળ ન ખાવાં, પર્વ-તિથિએ લીલોતરી ન ખાવી, બ્રહ્મચર્ય પાળવું અને પોસા-પ્રતિક્રમણ કરવાં એ તો બધું જૈનમાં સાંભળ્યું છે પણ આ શું? ભગવાન! જરા ધીરો થઈને સાંભળ. તું જે કહે છે એ તો બધી રાગની ક્રિયાની વાતો છે. એમાં ભગવાન આત્મા કયાં છે? (નથી). અને જો એમાં આત્મા નથી તો એ ધર્મ કેમ હોય? (ન હોય).
‘અનુભવપ્રકાશ’ માં આવે છે કે-સાંજની સંધ્યા (લાલી) સૂર્યને અસ્ત થવાની નિશાની છે અને સવારની સંધ્યા (લાલી) સૂર્યનો ઉદય થવાની નિશાની છે. તેમ આ શરીર, બાયડી-છોકરાં, કુટુંબ, ધનસંપત્તિ પ્રત્યેનો જે રાગ છે તે આત્માનો અસ્ત થવાની નિશાની છે, અર્થાત્ એ રાગ વડે કરીને આત્મા અંધ બની ચાર ગતિમાં