Pravachan Ratnakar (Gujarati). Gatha: 156.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1589 of 4199

 

ગાથા–૧પ૬

अथ परमार्थमोक्षहेतोरन्यत् कर्म प्रतिषेधयति–

मोत्तूण णिच्छयट्ठं ववहारेण विदुसा पवट्टंति।
परमट्ठमस्सिदाण दु जदीण कम्मक्खओ विहिओ।। १५६ ।।

मुक्त्वा निश्चयार्थं व्यवहारेण विद्वांसः प्रवर्तन्ते।
परमार्थमाश्रितानां तु यतीनां कर्मक्षयो विहितः।। १५६ ।।

હવે, પરમાર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છેઃ-

વિદ્વજ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે,
પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ–આશ્રિત સંતને. ૧પ૬.

ગાથાર્થઃ– [निश्चयार्थ] નિશ્ચયનયના વિષયને [मुक्त्वा] છોડીને [विद्वांसः] વિદ્વાનો [व्यवहारेण] વ્યવહાર વડે [प्रवर्तन्ते] પ્રવર્તે છે; [तु] પરંતુ [परमार्थम् आश्रितानां] પરમાર્થને (-આત્મસ્વરૂપને) આશ્રિત [यतीनां] યતીશ્વરોને જ [कर्मक्षयः] કર્મનો નાશ [विहितः] આગમમાં કહ્યો છે. (કેવળ વ્યવહારમાં પ્રવર્તનારા પંડિતોને કર્મક્ષય થતો નથી.)

ટીકાઃ– પરમાર્થ મોક્ષહેતુથી જુદો, જે વ્રત, તપ વગેરે શુભકર્મસ્વરૂપ મોક્ષહેતુ કેટલાક લોકો માને છે, તે આખોય નિષેધવામાં આવ્યો છે; કારણ કે તે (મોક્ષહેતુ) અન્ય દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ પુદ્ગલસ્વભાવી) હોવાથી તેના સ્વ-ભાવ વડે જ્ઞાનનું ભવન થતું નથી, -માત્ર પરમાર્થ મોક્ષહેતુ જ એક દ્રવ્યના સ્વભાવવાળો (અર્થાત્ જીવસ્વભાવી) હોવાથી તેના સ્વભાવ વડે જ્ઞાનનું ભવન થાય છે.

ભાવાર્થઃ– મોક્ષ આત્માનો થાય છે તો તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. જે અન્ય દ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય? શુભ કર્મ પુદ્ગલસ્વભાવી છે તેથી તેના ભવનથી પરમાર્થ આત્માનું ભવન ન થઇ શકે; માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી છે તેથી તેના ભવનથી આત્માનું ભવન થાય છે; માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષહેતુ છે.