Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1590 of 4199

 

સમયસાર ગાથા-૧પ૬ ] [ ૧૨૯

(अनुष्टुभ्)
वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा।
एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत्।। १०६ ।।

(अनुष्टुभ्)
वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि।
द्रव्यान्तरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत्।। १०७ ।।

(अनुष्टुभ्)
मोक्षहेतुतिरोधानाद्बन्धत्वात्स्वयमेव च।
मोक्षहेतुतिरोधायिभावत्वात्तन्निषिध्यते।। १०८ ।।
હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છેઃ-
શ્લોકાર્થઃ– [एकद्रव्यस्वभावत्वात्] જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી (-જીવસ્વભાવી-) હોવાથી

[ज्ञानस्वभावेन] જ્ઞાનના સ્વભાવથી [सदा] હંમેશાં [ज्ञानस्य भवनं वृत्तं] જ્ઞાનનું ભવન થાય છે; [तत्] માટે [तद् एव मोक्षहेतुः] જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ૧૦૬.

શ્લોકાર્થઃ– [द्रव्यान्तरस्वभाववात्] કર્મ અન્યદ્રવ્યસ્વભાવી (-પુદ્ગલ-સ્વભાવી-)

હોવાથી [कर्मस्वभावेन] કર્મના સ્વભાવથી [ज्ञानस्य भवनं न हि वृत्तं] જ્ઞાનનું ભવન થતું નથી; [तत्] માટે [कर्म मोक्षहेतुः न] કર્મ મોક્ષનું કારણ નથી. ૧૦૭.

હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ– [मोक्षहेतुतिरोधानात्] કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી,

[स्वयम् एव बन्धत्वात्] તે પોતે જ બંધસ્વરૂપ હોવાથી [च] અને [मोक्षहेतुतिरोधायिभावत्वात्] તે મોક્ષના કારણના * તિરોધાયિભાવસ્વરૂપ હોવાથી [तत् निषिध्यते] તેને નિષેધવામાં આવે છે. ૧૦૮.

* * *

સમયસાર ગાથા ૧પ૬ઃ મથાળુ

હવે, પરમાર્થ મોક્ષકારણથી અન્ય જે કર્મ તેનો નિષેધ કરે છેઃ- * તિરોધાયિ = તિરોધાન કરનાર