સાર એટલે હિતકારી અને અસાર એટલે અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું; કારણ કે અજીવ પદાર્થ-પુદ્ગલ, ધર્માસ્તિ, અધર્માસ્તિ, આકાશ, કાળ અને સંસારી જીવને જ્ઞાન પણ નથી, સુખ પણ નથી. અને તેમનું સ્વરૂપ જાણનાર જીવને પણ જ્ઞાન અને સુખ નથી. પરને જાણે તેને જ્ઞાન ક્યાંથી હોય? તે આત્મ-સાધક જ્ઞાન ક્યાં છે? તે તો પરલક્ષી જ્ઞાન છે.
પરને જાણતાં-એમાં સંસારી જીવને જાણતાં, એમ કહેતાં સિદ્ધને જાણતાં એમ પણ ગૌણપણે આવી જાય છે. (નિશ્ચયથી જીવ પોતાને જાણે ત્યારે તેણે સિદ્ધને જાણ્યા એમ (વ્યવહારે) કહેવાય. શબ્દો હોય તેનો ન્યાય લેવો જોઈએ ને? સિદ્ધ ને જ્ઞાન છે, સુખ છે; પણ સિદ્ધ સમાન સ્વરૂપ પોતાનું છે તેને જાણતાં પોતાને જ્ઞાન અને સુખ થાય. ઝીણી વાત છે, ભાઈ! સિદ્ધ પણ આ આત્માની અપેક્ષાએ પર વસ્તુ છે. અહા! પર વસ્તુને જાણતાં જ્ઞાન અને સુખ કેમ હોઈ શકે? અંતરઆત્મા શુદ્ધ વસ્તુ છે, તેને જાણતાં સાચું જ્ઞાન અને સાચું સુખ થાય. આમ વાત છે. જે ત્રિકાળશુદ્ધ જીવ છે તેને જાણતાં પર્યાયમાં જ્ઞાન અને સુખ થાય-આનંદનો અનુભવ થાય; નિમિત્તને જાણતાં કાંઈ નહિ. (પરને જાણતાં સાચું જ્ઞાન અને સાચું સુખ થાય નહિ).
પોતાને જાણતાં જ્ઞાન થાય; અરિહંતને જાણે માટે સાચું જ્ઞાન થઈ જાય છે એમ નથી. ‘જે ખરેખર અરિહંતને દ્રવ્ય-ગુણ-પર્યાયપણે જાણે છે તે ખરેખર પોતાના આત્માને જાણે છે’, એવું જે પ્રવચનસારમાં (ગાથા ૮૦) લીધું છે એનો આશય એવો છે કે- પ્રથમ અરિહંતનાં દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે એટલે મનથી કળે, મનથી કળે એટલે વિકલ્પપૂર્વક જાણે; પછી એનું લક્ષ છોડી પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને ભેદથી જાણે, પછી એવા ભેદને સમાવી દે-સમાવી દે એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદનું લક્ષ છોડી અંતરમાં સ્થિત થાય. (ત્યારે તેને અતીન્દ્રિય સુખ પ્રગટે છે અને ત્યારે પોતાના આત્માને જાણ્યો એમ કહેવાય છે.)
સ્વના આશ્રયે થાય તે સમ્યગ્જ્ઞાન પર્યાય છે. પર્યાય પરની હો કે સ્વની હો, પર્યાયનું લક્ષ થતાં પણ વિકલ્પ ઊઠે છે. અનંત ગુણોની પર્યાય અંદરમાં જ્યારે દ્રવ્ય તરફ ઢળે છે ત્યારે તેને જ્ઞાન અને સુખ થાય છે. ભાઈ! સર્વજ્ઞ જિનેન્દ્રદેવનો માર્ગ એટલે શુદ્ધ-જીવનો માર્ગ કોઇ અલૌકિક છે!
છ દ્રવ્યો એટલે સંસારી જીવો, અને બીજાં પાંચ દ્રવ્યો; એનું ગમે તેટલું વિશાળ જ્ઞાન થાય તોપણ સુખ ન થાય. જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘન ધ્રુવસ્વભાવ ભગવાન કેવળીએ