સમયસાર ગાથા-૧પ૬ ] [ ૧૩૯
કે-મોક્ષનો માર્ગ તો એકદ્રવ્યસ્વભાવી છે. પરમાર્થે પરદ્રવ્યથી આત્માનું ભવન ન થઈ શકે માટે તે આત્માના મોક્ષનું કારણ થતું નથી. જ્ઞાન આત્મસ્વભાવી હોવાથી તેના ભવનથી આત્માને મોક્ષનું કારણ થાય છે. ભવન એટલે થવું-પરિણમવું. અહાહા...! જ્ઞાનરૂપે-આનંદરૂપે વીતરાગભાવપણે આત્માનું થવું એ જ મોક્ષનું કારણ છે. આ રીતે જ્ઞાન જ વાસ્તવિક મોક્ષનો હેતુ છે. જ્ઞાન એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મા જ મોક્ષનું કારણ છે; બીજું કાંઈ મોક્ષનું કારણ છે નહિ.
હવે આ જ અર્થના કળશરૂપ બે શ્લોકો કહે છેઃ-
‘एकद्रव्यस्वभावत्वात्’ જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી (-જીવસ્વભાવી) હોવાથી ‘ज्ञानस्वभावेन’ જ્ઞાનના સ્વભાવથી ‘सदा ज्ञानस्य भवनं वृत्तं’ હંમેશાં જ્ઞાનનું ભવન થાય છે.
શું કહ્યું? આ જાણવું, શ્રદ્ધવું અને ઠરવું-એ એક દ્રવ્યસ્વભાવી એટલે જીવસ્વભાવી માત્ર ચૈતન્યસ્વભાવી છે. અહાહા...! રાગની ક્રિયાથી ભિન્ન પડતાં જે અંતર-પરિણમન થયું તે ચૈતન્યસ્વભાવી હોવાથી તે જ્ઞાનનું કહેતાં આત્માનું પરિણમન છે. શુદ્ધ આત્મદ્રવ્યના સ્વભાવથી શુદ્ધ આત્મદ્રવ્યનું ભવન-પરિણમન થાય છે. એમાં કોઈ પરદ્રવ્યના કે રાગના આશ્રયની- અવલંબનની અપેક્ષા છે જ નહિ. શ્રી નિયમસારની બીજી ગાથાની ટીકામાં આવે છે કે-‘નિજ પરમાત્મતત્ત્વનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે.’ મતલબ કે શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ શુદ્ધ ચૈતન્યના ભવનમાત્ર જ છે. હવે કહે છે-
‘तत्’ માટે ‘तत् एव मोक्षहेतुः’ જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જ્ઞાન એટલે સ્વરૂપને જાણવા-શ્રદ્ધવાના પરિણામ અને સ્વરૂપમાં જ વિશ્રાંતપણે ઠરવાના વીતરાગ પરિણામને પ્રગટ કરવા એ જ્ઞાન જ મોક્ષનું કારણ છે. જુઓ, આ એક કળશમાં કેટલું ભર્યું છે! શ્રદ્ધા-જ્ઞાન અને શાંતિરૂપ વીતરાગી પરિણતિ એ એકદ્રવ્યસ્વભાવી છે અને એ જ આત્માનું પરિણમન છે. તેથી મોક્ષનું કારણ છે. રાગની ક્રિયા અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી ત્રણકાળમાં ધર્મ થાય નહિ. લ્યો, આ ૧૦૬ થયો; હવે ૧૦૭; ટીકા છે ને! એના સારરૂપ કળશ કહે છે.
‘द्रव्यान्तरस्वभावत्वात्’ કર્મ અન્યદ્રવ્યસ્વભાવી (-પુદ્ગલસ્વભાવી) હોવાથી ‘कर्मस्वभावेन’ કર્મના સ્વભાવથી ‘ज्ञानस्य भवनं न हि वृत्तं’ જ્ઞાનનું ભવન થતું નથી.
જુઓ, કર્મ એટલે વ્રત, તપ, દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિ એ બધો શુભભાવ અન્યદ્રવ્યસ્વભાવી-પુદ્ગલસ્વભાવી છે. હવે આ સાંભળીને લોકો રાડ નાખે છે પણ ભાઈ! રાગ આત્માનો સ્વભાવ છે જ નહિ. જો રાગ આત્માનો સ્વભાવ હોય તો તે નીકળી