૧૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ મુશ્કેલ! જેનાં મહાભાગ્ય હોય તેના કાને પડે. અને કાને પડે તોય શું? પુરુષાર્થ કરીને જ્યારે અંતર-નિમગ્ન થાય ત્યારે આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન થાય; સાંભળવામાત્રથી ન થાય. દિવ્યધ્વનિ સાંભળે એટલા માત્રથી આત્માનું જ્ઞાન ન થાય. ભગવાન આત્માના-સ્વદ્રવ્યના આશ્રયથી સમ્યગ્જ્ઞાન થાય. શ્લોક ૧૦૬ માં પહેલી લીટીમાં કહ્યું કે-જ્ઞાન એકદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી મોક્ષનું કારણ થાય. અહીં કહ્યું કે-કર્મ અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી એનાથી મોક્ષનું કારણ ન થાય. ‘कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि’-કર્મના સ્વભાવથી જ્ઞાનનું ભવન થતું નથી માટે કર્મ મોક્ષનું કારણ નથી. આ સઘળો ક્રિયાકાંડ મોક્ષનું કારણ નથી; સમજાણું કાંઈ...?
હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છેઃ-
‘मोक्षहेतुतिरोधानात्’ કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું હોવાથી...
જુઓ, કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે. શું કહ્યું આ? કર્મ એટલે પુણ્ય- પાપના ભાવ, ખરેખર તો અહીં કર્મ એટલે પુણ્યના ભાવ એમ લેવું છે, મોક્ષના કારણના ઘાતક છે. વ્રત, તપ, દાન, શીલ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ મોક્ષના કારણને ઢાંકનારા એટલે ઘાતનશીલ છે. હવે જે ઘાતનશીલ છે એ મોક્ષના કારણને મદદ કરે એ કેમ બની શકે? (ન જ બની શકે). હવે આ મોટો વાંધો છે અત્યારે લોકોને; એમ કે વ્યવહારથી નિશ્ચય થાય. પહેલાં કાયાથી ત્યાગની શરુઆત થાય, પછી મનથી થાય-એમ બાહ્યથી લેવું છે. પણ ભાઈ! એમ સમ્યગ્દર્શન કેમ થાય? બાહ્ય કર્મ છે એ તો મોક્ષના કારણનું ઘાતનશીલ છે.
ભગવાન આત્માને મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. પૂર્ણ સ્વભાવની પ્રતીતિ, પૂર્ણ સ્વભાવનું જ્ઞાન અને પૂર્ણ સ્વભાવમાં રમણતા-લીનતારૂપે આત્માનું થવું તે મોક્ષનું કારણ છે. અહીં કહે છે-વ્રત, તપ, શીલ, ભક્તિ, પૂજા, દાન ઇત્યાદિ સમસ્ત શુભકર્મ મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તેનું ઘાતનશીલ છે. હવે આવી વાત દુનિયાને બેસે ન બેસે એ દુનિયા જાણે; દુનિયા તો અનાદિથી અજ્ઞાનના પંથે છે. કહ્યું છે ને કે-
દ્રવ્યક્રિયા એટલે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિની રુચિ તો અનાદિથી અજ્ઞાની જીવને છે. વળી તેને ઉપદેશ દેનારા ઉપદેશક પણ એવા મળ્યા જે ઉપદેશે કે-વ્રતાદિ પાળવાં એ ધર્મ છે અને તે કરતાં કરતાં મોક્ષ પમાય. તેથી એ વાત એને પાકી દ્રઢ થઈ ગઈ. વારંવાર સાંભળી ને! એટલે પાકી થઈ ગઈ. હવે એ નવું શું કરે? એને