સમયસાર ગાથા-૧પ૬ ] [ ૧૪૩ સમકિત કેમ થાય? ન થાય. કેમકે એ પુણ્યના પરિણામ, મોક્ષનું કારણ જે ભગવાન આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા એનાં ઘાતનશીલ છે, ઘાત કરનારા છે. આ એક વાત.
કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. હવે જે બંધસ્વરૂપ છે તે અબંધનું-મોક્ષનું કારણ કેમ થાય? (ન થાય). કોઈને આકરું લાગે પણ જ્યાં વસ્તુસ્થિતિ આવી છે ત્યાં શું થાય?
અહાહા...! પૂર્ણાનંદનો નાથ ચૈતન્યમૂર્તિ ભગવાન શુદ્ધ આત્મદ્રવ્ય જે અનંતજ્ઞાન અને આનંદનું દળ છે તેનો આશ્રય લીધા વિના મોક્ષનો માર્ગ ત્રણકાળમાં બીજે કયાંયથી પ્રગટે એમ નથી. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપમાત્ર વસ્તુનો આશ્રય-અવલંબન કરવાથી જ મોક્ષનો માર્ગ પ્રગટે છે. આ એક જ રીત છે. આ સિવાય જે વ્રત, તપ, શીલ, દાન, ભક્તિ ઇત્યાદિ શુભભાવ છે તે પોતે જ બંધસ્વરૂપ છે તેથી બંધનું કારણ છે અને મોક્ષના કારણનો ઘાત કરનારા છે.
સમયસાર કળશટીકામાં આ શ્લોકની ટીકા કરતાં શ્રી રાજમલજીએ એમ કહ્યું છે કે- ‘‘અહીં કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કે-વર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થકું દ્રુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષયકષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે’’ બહુ આકરી વાત ભાઈ! સમ્યગ્દર્શન વિના બધું થોથેથોથાં જ છે, ચારિત્ર છે જ નહિ. (વ્યવહારેય નહિ ને). ભગવાન કુંદકુંદાચાર્યે દર્શન પ્રાભૃત, ગાથા ૩ માં કહ્યું છે કે-
જે દર્શન-શ્રદ્ધાનથી ભ્રષ્ટ છે તે સર્વ રીતે ભ્રષ્ટ છે; તે કોઈ દિ મુક્તિ પામશે નહિ. તથા જે ચારિત્રથી ભ્રષ્ટ હોવા છતાં સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાનથી યુક્ત છે તો તે સિદ્ધિ પામશે. એને સ્વરૂપની દ્રષ્ટિ હોવાથી ચારિત્ર આવવાનું, આવવાનું ને આવવાનું અને એની મુક્તિ થશે જ.
ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ પ્રભુ ચેતનાસ્વરૂપ ત્રિકાળ છે. એની સન્મુખની દ્રષ્ટિ, એનું જ્ઞાન અને એમાં જ રમણતારૂપ જે પરિણમન છે તે મોક્ષનું કારણ છે. ભાઈ! વીતરાગ માર્ગ વીતરાગભાવથી શરૂ થાય છે, સમ્યગ્દર્શનથી શરૂ થાય છે. જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં જ્ઞાન પણ સાચું નથી અને ચારિત્ર પણ સાચું નથી. વિના સમ્યગ્દર્શન જે કાંઈ છે તે મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે. આ બે બોલ થયા. હવે ત્રીજો બોલ કહે છે-