Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1619 of 4199

 

૧પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

અહા! ભગવાન! તું અનાદિથી કેમ ભૂલ્યો છે? તો કહે છે કે પોતાના અપરાધથી ભૂલ્યો છે. પોતાનું જે શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી તત્ત્વ છે એના પર નજર હોવી જોઈએ એના બદલે રાગ ઉપર તારી નજર છે. આ જડકર્મના ભેખ તો અજીવના છે; અને આ ભાવકર્મ છે તે જીવની પર્યાયનો ભેખ છે. તે મેલ છે, બંધરૂપ છે. અહીં ખાસ તો પુણ્ય-પરિણામને કર્મમળ તરીકે લેવું છે. અશુભ તો કર્મમળ છે જ એ સાધારણ વાત છે. ભાઈ! વ્રતાદિના શુભભાવ જેને તું ધર્મ માને છે તે કર્મમળ છે, બંધરૂપ છે એમ અહીં કહે છે.

અહીં જે એમ કહ્યું કે ‘કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું હોવાથી જ’ એનો અર્થ જડકર્મ સાથે વ્યાપ્તિ-એમ નથી. ભગવાન આત્મા વ્યાપક અને જડકર્મ વ્યાપ્ય એમ નથી; પણ એનું (અજ્ઞાનદશામાં) વ્યાપ્ય ભાવકર્મ છે. એટલે વ્યાપક આત્મા અને વ્રત, તપ આદિના પરિણામ એનું વ્યાપ્ય કર્મ નામ કાર્ય છે. એમાં (-ભાવકર્મમાં) રોકાવાથી એનું (-આત્માનું) જ્ઞાન-દર્શન એટલે સર્વને જાણવા-દેખવાનું કાર્ય પ્રગટ થતું નથી.

આ શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ-એ બધી બાહ્ય ચીજોને તો આત્મા અડતોય નથી, અનંતકાળમાં કદી અડતોય નથી. પણ સદાય અબંધસ્વરૂપ એવો પોતાનો જે જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે એનાથી ભ્રષ્ટ થઈ ભગવાન રાગમાં રોકાઈ ગયો એ પોતાનો અપરાધ છે અને એ જ ભાવબંધ છે. હવે કહે છે-

એવા કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું હોવાથી જ, ‘બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ જ્ઞેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થકું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (અજ્ઞાનદશામાં) વર્તે છે.’

જુઓ, શું કહ્યું? બંધ-અવસ્થામાં એટલે રાગમાં રોકાવાની દશામાં તે સર્વપ્રકારે સંપૂર્ણ એવા પોતાને એટલે ત્રિકાળી, અનંતગુણનો પિંડ એવા જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માને-કે જે સર્વને સર્વ પ્રકારે જાણવાના સ્વભાવવાળો છે -તેને નહિ જાણતો થકો અજ્ઞાનભાવે વર્તે છે.

અહા! અનંતકાળમાં ભગવાન! એ દુઃખી કેમ થયો છે? તો કહે છે -એનો સ્વભાવ તો પરિપૂર્ણ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, પરંતુ પોતે રાગમાં રોકાઈ રહેવાથી પોતાના પૂર્ણાનંદસ્વરૂપ ભગવાનને દેખતો નથી અને તેથી અનાદિથી દુઃખી થઈ રહ્યો છે. જુઓ, આ અધ્યાત્મની વાત છે, પણ ન્યાયથી કહેવાય છે ને? કહે છે -દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ વૃત્તિનું જે ઉત્થાન છે એ બધો રાગ છે, ચૈતન્યનું સ્વરૂપ નથી. ચૈતન્યસ્વરૂપમાં એ (-રાગ) કયાં છે? હવે પર એવા રાગમાં પોતે રોકાઈ રહ્યો એ એનો અપરાધ છે અને એ અપરાધને લઈને સર્વને જાણવા- દેખવાના સ્વભાવવાળા પોતાના