૧૭૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ એનો અર્થ એમ કર્યો છે કે-નમસ્કાર હો તેમને જેમણે કર્મરૂપી વેરીને હણ્યા છે. ભાઈ! આમાં તો આ નિમિત્તનું કથન છે, વાસ્તવિક નથી. વાસ્તવમાં તો અનિષ્ટ જે વિકારના-અજ્ઞાનના પરિણામ હતા તે અરિ હતા. એને હણીને પૂર્ણ વીતરાગતા પ્રગટ કરી એનું નામ અરિહંત છે. હવે આ એકડે એકથી જ વાંધા કે કર્મ વેરી છે. પણ ભાઈ! ચેતનને જડ વેરી હોઈ શકે જ નહિ. વેરી તો એનો જે વિપરીતભાવ-વિકાર ને અજ્ઞાન છે તે વેરી છે. પ્રવચનસાર ગાથા ૬૧ માં આવે છે કે-કેવળી ભગવાને સર્વ અનિષ્ટનો નાશ કર્યો છે અને સર્વ ઇષ્ટની પ્રાપ્તિ કરી છે. ત્યાં અનિષ્ટ એટલે કાંઈ જડ અનિષ્ટ છે? (ના). પોતાના વિકારના-અજ્ઞાનના જે પરિણામ છે તે અનિષ્ટ છે. ભગવાને આ સર્વ અનિષ્ટનો નાશ કરી સર્વ ઇષ્ટ એવું કેવળજ્ઞાન અને અનંત સુખ પ્રાપ્ત કર્યું છે. આ વાત છે.
મિથ્યાત્વના પરિણામ છે તે સમ્યગ્દર્શનને રોકનારા એનાથી વિરુદ્ધ અર્થાત્ સમકિતના પ્રતિબંધક છે.
તો ગાથા ૭પ માં એને પુદ્ગલના પરિણામ કહ્યા છે ને?
એ કઈ અપેક્ષાએ? કે એ જીવનો સ્વભાવ નથી એ અપેક્ષાએ કહ્યા છે. અશુદ્ધ પરિણામ છે એ જીવની-ચૈતન્યની જાતિના નથી અને જીવમાંથી નીકળી જાય છે માટે એ પરિણામ જીવના નથી. રાગાદિ અશુદ્ધતા જો જીવની હોય તો તે નીકળી ન જાય; પણ નીકળી જાય છે અને વસ્તુ જેવી આનંદઘન વીતરાગસ્વરૂપ છે તેવી રહી જાય છે. માટે રાગાદિ અશુદ્ધતા જીવની નથી અને જીવની નથી તો તે અજીવ, અચેતન છે અને પુદ્ગલના સંગે થાય છે માટે તે પુદ્ગલની છે એમ કહ્યું છે. ત્યાં તો પર્યાયનું લક્ષ છોડાવી ત્રિકાળી ચૈતન્યસ્વભાવનું લક્ષ કરાવવાનું પ્રયોજન છે.
અહીં સવાલ આવે છે કે-પર્યાયમાં જો સમકિત નથી તો એનું પ્રતિબંધક કોણ છે? તો કહે છે-પોતાની વિપરીત માન્યતા-શ્રદ્ધાનરૂપ જે પરિણામ છે તે જ સમ્યક્ત્વનું પ્રતિબંધક એટલે વિરોધી છે; જડકર્મ કાંઈ સમ્યક્ત્વનું વિરોધી નથી. પોતે જે રાગાદિમાં અટકીને વિપરીત પરિણમી રહ્યો છે તે પરિણમન સમ્યક્ત્વનું પ્રતિબંધક છે. કર્મ પ્રતિબંધક છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે.
આ પુણ્ય-પાપ અધિકાર છે ને? એટલે પહેલેથી કર્મથી લીધું છે, પણ અર્થમાં પાછું બધું લીધું છે; કે જે પરિણામથી પુણ્ય બંધાય તે શુભ છે અને જે પરિણામથી પાપ બંધાય તે અશુભ છે. બેય અજ્ઞાનભાવ છે. ભગવાન! એને સત્ય સમજવામાં જ હજી વાંધા છે ત્યાં સત્ય હાથ કેમ આવે? કર્મ વિકાર કરાવે એવી વિપરીતતામાં જ પડયો છે ત્યાં શું થાય? પણ ભાઈ! કર્મ તો નિમિત્તમાત્ર વસ્તુ છે, વિકારના