Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1643 of 4199

 

૧૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬

મોક્ષ એટલે આત્માના પરમ આનંદની પૂર્ણતાનો લાભ. આ બહારમાં ધનસંપત્તિ, વિષયભોગ સામગ્રી, ઇજ્જત-આબરૂ ઇત્યાદિમાં જે સુખ-આનંદ માને છે એ તો અજ્ઞાનીનો ભ્રમ છે. સુખ તો અંદર આત્મામાં છે. પર્યાયમાં સુખની પરિપૂર્ણ પ્રાપ્તિ થવી એનું નામ મોક્ષ છે. એ મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. અહા! ભગવાન આત્મા સદા પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. એની સન્મુખ થઈને એમાં ઢળવાથી પરિપૂર્ણ સ્વભાવનો ભાસ થઈ એની જે પ્રતીતિ થાય તે સમ્યગ્દર્શન છે, એના વેદન સહિત જે એનું જ્ઞાન થાય તે સમ્યગ્જ્ઞાન છે અને એમાં રમણતા-લીનતા થતાં જે પ્રચુર આનંદનું વેદન થાય તે સમ્યક્ચારિત્ર છે. આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર, મોક્ષ જે પૂર્ણાનંદના લાભસ્વરૂપ પરિપૂર્ણ દશા છે તેના કારણરૂપ ભાવો છે.

અહીં કહે છે-તેમનાથી (-સમ્યક્ત્વાદિથી) વિપરીત મિથ્યાત્વાદિ ભાવો છે. પરમાં સુખ છે, પુણ્યભાવથી ધર્મ થાય, શરીરાદિ પર મારાં છે ઇત્યાદિ જે મિથ્યા માન્યતા છે તે સમ્યગ્દર્શનથી વિપરીત છે. એકલું પરલક્ષી પરનું જે જ્ઞાન છે તે મિથ્યાજ્ઞાન છે અને સ્વરૂપના આચરણરહિત જે પુણ્યભાવરૂપ આચરણ છે તે મિથ્યાચારિત્ર છે. આ મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનું કારણ જે સમ્યક્ત્વાદિ એનાથી વિપરીત છે. હવે કહે છે-

‘કર્મ તે મિથ્યાત્વાદિ ભાવોસ્વરૂપ છે.’ જુઓ, કર્મ એટલે પુણ્ય-પાપના ભાવ મારા છે, ભલા છે એવી માન્યતા મિથ્યાત્વ છે, એવું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે અને એનું જ આચરણ તે મિથ્યાચારિત્ર છે. પહેલાં આવી ગયું કે ચારિત્રને રોકનાર કષાયભાવ છે. ચાહે તો પાપનો ભાવ હો કે પુણ્યનો હો, એ કષાય છે અને તે સમ્યક્ત્વાદિથી વિપરીત છે. આ રીતે કર્મ મોક્ષના કારણભૂત ભાવોથી વિપરીત ભાવો-સ્વરૂપ છે.

પહેલાં ત્રણ ગાથાઓમાં (૧પ૭-૧પ૮-૧પ૯ ગાથામાં) કહ્યું હતું કે વ્રત, નિયમ, તપ, શીલ ઇત્યાદિ શુભભાવરૂપ કર્મ મોક્ષના કારણરૂપ ભાવોનું એટલે સમ્યક્ત્વાદિનું ઘાતક છે. પુણ્યાદિ ભાવ મારા છે, ભલા છે એવો જે મિથ્યાત્વભાવ તે મોક્ષના કારણરૂપ ભાવોનો ઘાતક છે એટલે કે તે સમ્યક્ત્વાદિને પ્રગટ થવા દેતો નથી. પછી એક ગાથામાં (ગાથા ૧૬૦ માં) કહ્યું કે કર્મ પોતે બંધસ્વરૂપ છે. પોતે જ બંધસ્વરૂપ હોવાથી તે મોક્ષનું કારણ થવાને લાયક નથી. હવે આ છેલ્લી ત્રણ ગાથાઓમાં કહ્યું કે કર્મ મોક્ષના કારણરૂપ ભાવોથી વિરુદ્ધ ભાવસ્વરૂપ છે. માટે કર્મ સઘળુંય નિષેધ કરવા લાયક છે કેમકે એ ધર્મનું ઘાતક છે, ધર્મનું કારણ નથી અને ધર્મથી વિરુદ્ધભાવરૂપ છે.

પ્રશ્નઃ– એને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને?

ઉત્તરઃ– ખરેખર તો સમકિતી ધર્માત્માને જે શુદ્ધતા પ્રગટી છે, જે ચારિત્ર